છેલ્લા બે દિવસથી માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો હતો એવામાં વિકલી એક્સપાયરીના દિવસે આજે શેરબજારમાં જોરદાર શરૂઆત જોવા મળી છે.
વિકલી એક્સપાયરીના દિવસે આજે શેરબજારે જોરદાર શરૂઆત કરી છે. જણાવી દઈએ કે BSE સેન્સેક્સ 395.26 પોઈન્ટના વધારા સાથે 61,955.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE 115.45 પોઈન્ટ વધીને 18,297.20 પોઈન્ટ પર પહોંચ્યો છે.
- Advertisement -
Sensex climbs 395.26 points to 61,955.90 in early trade; Nifty advances 115.45 points to 18,297.20
— Press Trust of India (@PTI_News) May 18, 2023
- Advertisement -
નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો હતો. જો કે આજે વૈશ્વિક બજારના સમર્થનને કારણે બજારને વેગ મળ્યો છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આજે વીકલી એક્સપાયરીનો દિવસ છે. એટલા માટે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. નિફ્ટી 18,300ની ઉપર પહોંચશે તો સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 26માં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 4માં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, IT અને FMCG શેરોમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી રહી છે.