-તુર્કી ચાર પ્લેટોના જંકશન પર વસ્યુ છે અને માઈક્રોપ્લેટ એન્ટીકલોક ફરે છે
-ચાર પ્લેટોની ધકકામુકકીના કારણે આ ક્ષેત્રની પુરી ધરતી કાંપી ઉઠે છે
- Advertisement -
તુર્કી અને સીરીયામાં સોમવારે સવારે ભુકંપના જે શક્તિશાળી આંચકા આવ્યા હતા અને બાદમાં 500થી વધુ નાના આફટરશોક પણ લાગ્યા હતા તેના કારણે જમીન પર ભારે વિનાશ સર્જાયા છે અને હજુ કેટલી ખુવારી થઈ છે તેનો ચોકકસ અંદાજ પણ મેળવી શકાય તેમ નહી પણ આ શક્તિશાળી ભૂકંપના કારણે તુર્કી-સિરીયાથી છેક ઈઝરાયેલ સુધીમાં ભુગર્ભ ભૌગોલિક રચનામાં પણ મોટા ફેરફાર થયા છે અને ભવિષ્યમાં કોઈ નવી કુદરતી આફતના પણ અંદાજ છે. સોમવારે સવારે 4.17 કલાકે આ ભૂકંપ આવ્યા હતા.
તે અંગેના પ્રાથમીક અભ્યાસમાં નિષ્ણાંતોએ દર્શાવ્યું કે આ ભૂકંપના આંચકાથી તુર્કી 10 ફુટ સુધી ખસી ગયુ છે. ઈટલીના ભૂકંપ વૈજ્ઞાનિક ડો. કાર્લા ડોગ્લિયોનીના જણાવ્યા મુજબ સીરીયાની સરખામણીમાં તુર્કીની ટેકટોનીક પ્લેટ પાંચ થી છ મીટર સુધી ખસડી શકે છે. વાસ્તવમાં તુર્કી સહિતના ક્ષેત્રો પૃથ્વી પર ભૂકંપથી સૌથી વધુ શકયતા ધરાવતા ક્ષેત્રમાં છે અને તેમાં અનેક મુખ્ય ફોલ્ટલાઈન છે. જેમાં એનાટોલિયન પ્લેટ, એરેબિયન પ્લેટ તથા યુરેશિયાઈ પ્લેટ સાથે આ ફોલ્ટલાઈન જોડાયેલી છે.
જેના કારણે અહી ભૂકંપ આવવાની શકયતા વધુ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ એનાટોલિયન પ્લેટ અને અરૈબિયન પ્લેટ વચ્ચે 225 કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે અને આ હજુ પ્રારંભીક ડેટા પર આધારિત બાબત છે અને હવે ભૂકંપ બાદની સ્થિતિનો સેટેલાઈટના માધ્યમથી વધુ અભ્યાસ કરાશે તેની વધુ ચોકકસ માહિતી મળશે. ડરહમ યુનિ.ના સ્ટ્રકચરલ જિઓલોજીના પ્રોફેસર ડો. બોબ હોલવર્થના જણાવ્યા મુજબ ભૂકંપની તિવ્રતા જોતા ટેકટોનિક પ્લેટનું શિફટ થવું તર્કસંગત છે.
- Advertisement -
ભૂકંપની તિવ્રતા અને ટેકટોનિક પ્લેટ વચ્ચે ખસકવી એ બન્ને વચ્ચે સંબંધ છે અને તેથી જે કંઈ બન્યુ છે તે એક ભૌગોલિક સ્થિતિ જ છે. ભૂકંપના નકશામાં તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એનાટોલિયન માઈક્રોપ્લેટસ એજીવન માઈક્રોપ્લેટસની તરફ આગળ વધી રહી છે તો અરેબિયન ટેકટોનિક પ્લેટ તુર્કીની પ્લેટને દબાવી રહી છે.
ઉપરાંત યુરેશિટન પ્લેટ અલગ દિશામાં જઈ રહી છે. આમ પ્લેટ વચ્ચેથી જે ધકકામુકકી છે તેના કારણે પુરી ધરતી ધ્રુજી રહી છે. ભૂકંપ ચાર ટેકટોનિક પ્લેટોના જંકશન પર વસેલું છે અને તેથી કોઈપણ એક પ્લેટમાં થોડી પણ હલનચલન સમગ્ર ક્ષેત્રને ધ્રુજાવી દે છે. તુર્કીની નીચેની જમીન જે માઈક્રોપ્લેટીંગ તરીકે ઓળખાય છે. તે વિપરીત દિશામાં ફરે છે. એટલે કે એન્ટીકલોક ફરે છે. જેના કારણે ભૂકંપની તિવ્રતા પણ વધે છે.