રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામો
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં જિયોની આવક 12.7% વધીને રૂ. 43,683 કરોડ: રિલાયન્સ રિટેલની ક્વિક ડિલિવરીમાં 4.6 ગણો ઉછાળો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક)એ નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળાના (ચ3) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ડિજિટલ સેવાઓ, રિટેલ અને ઓઈલ-ટુ-કેમિકલ્સ (ઘ2ઈ) જેવા તમામ મુખ્ય ક્ષેત્રોમાં સંતુલિત અને મજબૂત નાણાકીય દેખાવ કર્યો છે. ખાસ કરીને જિયો પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલે ગ્રાહકોના વધતા વ્યાપ અને આધુનિક ટેકનોલોજીના સહારે નવા માઇલસ્ટોન સ્થાપિત કર્યા છે.
રિલાયન્સ જિયોએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 43,683 કરોડની ક્ધસોલિડેટેડ રેવન્યુ નોંધાવી છે, જે ગત વર્ષની સરખામણીએ 12.7% નો વધારો દર્શાવે છે. કંપનીનો ઊઇઈંઝઉઅ વાર્ષિક ધોરણે 16.4% વધીને રૂ. 19,303 કરોડ થયો છે. જિયોના 5ૠ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા હવે 25 કરોડ (250 મિલિયન) ને વટાવી ગઈ છે, જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ (ઉંશજ્ઞઅશિઋશબયિ) યુઝર્સની સંખ્યા 2.5 કરોડને પાર પહોંચી છે. કંપનીના અછઙઞ (એવરેજ રેવન્યુ પર યુઝર) માં થયેલો સુધારો અને ડેટા વપરાશમાં વૃદ્ધિ આ સફળતાના મુખ્ય કારણો છે.
રિટેલ સેક્ટરમાં રિલાયન્સે પોતાના પોર્ટફોલિયોને વધુ વૈવિધ્યસભર બનાવ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં રિટેલ બિઝનેસનો ઊઇઈંઝઉઅ રૂ. 6,915 કરોડ રહ્યો છે. નોંધનીય છે કે, રિલાયન્સ રિટેલની હાયપર-લોકલ (ક્વિક ડિલિવરી) સેવાના સરેરાશ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 4.6 ગણો જંગી વધારો જોવા મળ્યો છે. ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસના ડિમર્જર બાદ કંપની હવે નવા ઉર્જા સાથે એફએમસીજી (ઋખઈૠ) સેક્ટરમાં આગળ વધી રહી છે.
ઓઈલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં પણ ઊઇઈંઝઉઅ 14.6% વધીને રૂ. 16,507 કરોડ થયો છે. સમગ્ર રિલાયન્સ ગ્રુપનો નવ મહિનાનો કરવેરા પછીનો નફો (ઙઅઝ) રૂ. 75,165 કરોડ નોંધાયો છે, જે વાર્ષિક ધોરણે 28.1% નો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.
પરિણામો પર ટિપ્પણી કરતા ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોની સ્વદેશી ટેકનોલોજી અને રિટેલની ઓમ્ની-ચેનલ હાજરી ભારતની બદલાતી ડિજિટલ જરૂરિયાતોને પૂરી કરી રહી છે. કંપની આગામી સમયમાં પણ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા અને નવીનતા લાવવા માટે કટિબદ્ધ છે.



