ટ્રાફિક શાખાની ટીમે વાહન ચેકિંગ હાથ ધરીને 247 વાહન ચાલકોને દંડ ફટકાર્યો: 12 વાહનો ડિટેઇન કર્યા: 143 વાહનચાલકોને બ્રેથ એનેલાઇઝર મશિનથી ચેક કરાયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે. ત્યારે ટ્રાફિક શાખાની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી કટારીયા ચોકડી, સોરઠિયા વાડી સર્કલ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરીને 154 વાહન ચાલકો પાસેથી 63500 નો રોકડ દંડ વસૂલયો હતો. જ્યારે 91 વાહનચાલકોને 71100ના ઇચલણ અપાયા હતા. 12 વાહનો ડિટેઈન કરીને 143 લોકોને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરાયા હતા. વાહન ચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સપિયુસ,વાહનના કાગળો મંગાયા હતા.જેમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે નહિ રાખનાર ચાલકોના વાહનો ડિટેઈન કરવામાં આવ્યાહતા.આ ઉપરાંત ટ્રાફિક શાખાના પી.આઈ સાથે વાહન ચાલકે લાયસન્સ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો પણ વિડીયો વાઇરલ થયો છે
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પ્રવેશતા રાજમાર્ગો પર વિવિધ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી સહિતની ટીમ તથા ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવ, એસીપી જે.બી ગઢવીના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોએ પણ વિવિધ સ્થળો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો યોજયા હતા. આ અંગે ડીસીપી પૂજા યાદવે જણાવાયું હતું કે થર્ટી ફર્સ્ટ નજીક હોવાથી શહેરના ગ્રીન લેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મોચોકડી, કિશાન પરા ચિકું ઈટેશ્વર ચૌક સહિતના સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં હતું. જેમાં સેક્ટર 1 ઉતર વિભાગમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે 12 વાહનચાલકોને રોકડ દંડ અને 9 વાહનચાલકોને ઇ ચલણ આપીને કુલ 11600 નો દંડ કરાયો હતો.જ્યાં 18 વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરાયા હતા. જ્યારે સેક્ટર 2 પૂર્વ વિભાગ ખાતે અમૂલ સર્કલ, સોરઠિયા વાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોંકી સહિતના વિસ્તારમાં 121 લોકોને 73500 નો દંડ ફટકરાયો હતો. ર વાહનો ડિટેઇન કરીને 58 વાહનચાલકોનેબેથ એનેલાઈઝર થીનથી એક કરાવ્યા હતા. આ ઉપરાંત 3 કોટેચા કોસ્મો ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમિયાન 43 વાહન ચાલકોને 14400 નો દંડ કરાયો હતો. 4 વાહનો ડિટેઇન કરીને 22 વાહનચાલકોને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરાયા હતા. આ સાથે સેક્ટર ચારમાં કિશાન પરા ચોક અને ઘટેશ્વર ટી પોઈન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 62 વાહન ચાલકોને 37100 નો દંડ ફટકારયો હતો. 6 વાહનો ડિટેઈન કરીને 45 વાહનચાલકોને બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેક કરાયા હતા.