વેરાવળમાં રેન્જ IG ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો
જિલ્લામાંથી ત્રણ ફરિયાદ આવતા કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં જૂનાગઢ રેન્જ આઇ જી મયંકસિંહ ચાવડા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ તકે વિવિધ સમાજ, એસો.ના પટેલો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તમામ લોકોને પોલીસને લાગતા પ્રશ્નો જણાવવા આહવાન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વિવિધ પ્રશ્નો માંથી એક મહત્વનો પ્રશ્નો સામે આવ્યો હતો કે વેરાવળમાં માછીમારીનો વ્યવસાય મોટા પ્રમાણમાં છે અને મોટા ભાગે ખારવા સમાજ તેના પર નભે છે ત્યારે માછીમારી કરવા માટે ટંડેલને રાજ્ય બહારથી લઇ આવવા પડે છે જેના માટે તેને અમુક વખત એડવાન્સ પૈસા ચૂકવવા પડે છે જે મોટા ભાગે માછીમારો ચેક કે બેંક દ્વારા જ ચૂકવે છે પરંતુ હાલના કિસ્સામાં ઘણા ટંડેલ છેતરપિંડી આચરે છે ત્યારે તેના માટે પોલીસ દ્વારા મદદ મળી રહે તેવી માછીમાર આગેવાનોએ રજૂઆત કરી હતી અને ટ્રાફીક ની સમસ્યાને લઇને પાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ વેરાવળ દરિયાઈ વિસ્તારની નજીક આવેલ શહેર છે ત્યારે દરિયા નજીક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોઈ તો તેને દૂર કરવા પણ રજૂઆત કરી હતી.જેના જવાબમાં રેન્જ આઇજી એ જણાવ્યું હતું કે જરૂરી મદદ મળી રહેશે.
સુત્રાપાડામાં નિયમિત વ્યાજ આપવા છતાં ધમકી
સુત્રાપાડાના હિતેષભાઇ જયંતીભાઇ ફુલબારૈયા, ઘોઘલીયા ખારવાએ ચારેક વર્ષ પહેલા મિત્ર ચંદ્રેશભાઇ દયારામ કોઠારી રહે.સુત્રાપાડા વાળો મોબાઇલની દુકાન ચલાવતો હતો. જે મોબાઇલમાં ધંધામાં તેને ખોટ ગયેલ જેથી આર્થિક સંકડામણમાં આવી ગયેલ અને તેની નાની બેનના લગ્ન કરવાના હોવાથી તેને રૂપીયાની જરૂર હોવાથી ફરિયાદીને કહેલ રૂા.1,50,0 00ની વ્યવસ્થા કરવાનું કહેતા અને સુત્રાપાડા ગામનો ગીરીશભાઈ મોહનલાલ ઘઘડા સોની જે સોનીની દુકાન ધરાવે છે. આ ગીરીશભાઇ સોની વ્યાજે રૂપીયા આપવાનો ધંધો કરતો હોય તેમજ વ્યાજ ભરવામા મોડુ થાય તો આ ગીરીશભાઇ વારંવાર ફોન કરી વ્યાજ ભરવા માટે દબાણ કરી, ધમકી આપી પરેશાન કરતા અને આ ગીરીશભાઇને રૂ.1,50,000નું વ્યાજ આજદીન સુધીમાં રૂા.2,88,000 ચુકવી આપેલ હોવા છતા વારંવાર ફોન કરી, વ્યાજની માંગણી કરી ધમકી આપતા હોયની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાલપરાના યુવાનને વ્યાજખોર પરેશાન કરતા ફરિયાદ
વેરાવળ નજીક ભાલપરા ગામના નરેશભાઇ દેવશીભાઇ સોલંકીએ ડારી ગામ ખાતે લલીત ગોવાભાઇ ચાંડપા ની જગ્યા ભાડેથી રાખી જીંગાનું ફાર્મ ઉભું કરી વેપાર ધંધો કરતો હતો બે વર્ષ અગાઉ ઉપરોકત ધંધાર્થે મારે નાણાકીય તંગી ઉભી થતા રૂપીયાની જરૂરીયાત હોય મિત્ર મયુરભાઇ કાળાભાઇ ગઢીયા વાળાને વાત કરતા તેણે અશ્વીન ગઢીયા પાસેથી રૂા.50,000 ના બદલામાં દર મહિને 8 ટકા લેખે રૂા.4000 વ્યાજ ચુકવવાનું રહેશે તેવું નકકી કરેલ અને નક્કી કર્યા મુજબ મયુરભાઈની મધ્યસ્થીથી લીધેલ અને નક્કી કર્યા મુજબ મેં ત્રણ મહિના સુધી રૂ.4000 લેખે કુલ રૂા.12,000 રૂપીયા બેંકથી તથા બે હપ્તા રોકડેથી આપેલ,અને થોડા સમય બાદ રોકડા રૂ.46,000 એમ મળી કુલ રૂ.58,000 આપેલ જેમાં લીધેલ મુળ રકમના નાણા રૂા. 50,000 પૈકી રૂા.4000 દેવાના બાકી આ વ્યાજે આપનાર અશ્વિનભાઈ પાસે કોઇપણ પ્રકારનું ધીરાણ અંગેનું લાયસન્સ કે પરવાનો ન હોવા છતા પૈસા આપેલ રૂપીયાનું મોટી ટકાવારીએ વ્યાજની વસુલાત કરેલ અને હજુ પણ આ અશ્વીનભાઇ અવાર-નવાર ફોન કરી તથા ઘરે રૂબરુ આવી પરીવારના સભ્યોને દબાણ આપી વ્યાજપેટેના વધુ નાણાની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોય આ અંગે ધોરણસરની ફરિયાદ કરી.
- Advertisement -
લોક દરબારમાં 3 અરજીઓ આવી હતી
વ્યાજખોરોને લગતી ત્રણ અરજીઓ આવી હતી કોડીનાર નજીક આવેલા ઘાટવડ ગામની એક મહિલાએ વ્યાજખોરો સામે રજુઆત કરી છે જેમાં તેમના પતિ અને સસરાનું અવસાન થયું છે. અગાઉ પતિએ દવાખાના કામકાજ માટે થોડા રૂપિયા લીધા હતા જે ખ્યાલ નથી પરંતુ ધીરુભાઈ કોરાટ જામવાળા વાળાએ જમીનના દસ્તાવેજ કરવી લીધા છે જો કે કબજો મહિલા પાસે જ છે તેમજ અરણેજ ના કેશુભાઈ જાદવે પણ ઉપરોક્ત ધીરુભાઈ કોરાટ પાસેથી ચાર વર્ષ પહેલાં દવાખાના ના કામ માટે ચાર લાખ લીધા હતા જેના પાંચ લાખ ચૂકવ્યા છે પરંતુ હજુ પણ તેઓ પૈસા માંગે છે.આઠ માસ પહેલા ફરિયાદ થયેલ છે પોલીસ તપાસ ચાલુ છે તેમ કહે છે.