ખરીફ સિઝનના અડદ અને મગ બજારમાં આવવાનું શરૂ થયું
છેલ્લાં 3 મહિનામાં જથ્થાબંધ દાળનાં ભાવમાં 10%થી વધુનો ઘટાડો થયો છતાં
છૂટક ભાવમાં ફેરફાર ન થતાં કેન્દ્ર સરકારનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
છેલ્લાં 3 મહિનામાં મંડીઓમાં દાળના ભાવમાં 10 ટકા થી વધુનો ઘટાડો થયો હોવા છતાં છૂટક ભાવમાં કોઈ ઘટાડો થયો નથી તે જોતાં, સરકારે છૂટક વેપારીઓને બોલાવ્યાં અને સમજાવ્યું કે તેઓએ ગ્રાહકોને આ ઘટાડાનો લાભ આપવો જોઈએ. સરકારે કહ્યું કે તપાસ દરમિયાન જો કોઈ રિટેલર નફાખોરી કરતાં પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્ધઝ્યુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને રિલાયન્સ રિટેલ, વિશાલ માર્ટ, ડી-માર્ટ, સ્પેન્સર્સ અને મોર રિટેલ જેવી મોટી રિટેલ ચેઈન્સના એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠક કરી હતી. ખરેએ કહ્યું, ’મોટી મંડીઓમાં છેલ્લાં 3 મહિનામાં તુવેર અને અડદના ભાવમાં લગભગ 10 ટકા જેટલો ઘટાડો થયો છે, પરંતુ છૂટક ભાવમાં એવો કોઈ ઘટાડો થયો નથી. છેલ્લાં એક મહિનામાં ચણાનાં બજાર ભાવમાં પણ ઘટાડો થયો છે.પરંતુ તેની છૂટક કિંમત વધી રહી છે.
મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર, ઈન્દોર મંડીમાં તુવેરની કિંમત 3 જુલાઈના રોજ 11800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી 16 ટકા ઘટીને 4 ઓક્ટોબરે 9900 રૂપિયા થઈ ગઈ છે. અડદની કિંમત 9300 રૂપિયાથી 12 ટકા ઘટીને 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.
- Advertisement -
ખરેએ કહ્યું, ’આ દર્શાવે છે કે રિટેલર્સ મોટું માર્જિન લઈ રહ્યાં છે. જે પણ પકડાશે તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.’ ખરેએ કહ્યું કે ખરીફ સિઝનના અડદ અને મગ બજારમાં આવવાનું શરૂ થઈ ગયું છે, તેની સાથે મ્યાનમાર અને આફ્રિકન દેશોમાંથી તુવેર અને અડદના ક્ધસાઈનમેન્ટ પણ આવી રહ્યાં છે. તેનાથી ભાવમાં વધુ ઘટાડો થશે.