શહેરની હોલસેલ દુકાનમાંથી અંદાજે 800 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે ભવનાથ વિસ્તારમાં રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનદાર સહિતનાઓને રુ.25,800નો દંડ કરવામાં આવ્યો હતો અને બે દુકાનો સીલ કરવામાં આવી હતી. ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારની દુકાન સીલ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર વિસ્તારમાં હોલસેલ દુકાનમાંથી અંદાજે 800 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. દુકાન પણ સીલ કરવામાં આવી હતી આમ પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન જ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે દંડ સહિતની જરુરી કાર્યવાહી કરવામાં આવી હતી.



