કુલ ચાર વાહન ચાલકો સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કુલ ચાર વાહન ચાલકો સામે ગુન્હો નોંધાયો છે જેમાં ધ્રાંગધ્રા શહેર અને આજુબાજુ વિસ્તારોમાં મનફાવે ત્યાં વાહનો પાર્ક કરતા તથા અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે પ્રકારે વાહન ચલાવતા ઈસમો પર સ્થાનિક પોલિસે કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન રોકડિયા સર્કલ નજીકથી ૠઉં 13 અખ 1151 નંબર વાળી ઈકો કારના ચાલક નરેશભાઈ વાલજીભાઈ રાઠોડ (રહે:ધ્રુમઠ ગામ વાળા) દ્વારા પોતાની ઇકો કાર ટ્રાફિક સમસ્યા ઉભી કરે તે પ્રકારે પાર્ક કરી હોવાથી ગુન્હો નોંધાયો હતો. જ્યારે ૠઉં 38 ઠ 8993 નંબર વાળી રીક્ષાનો ચાલક પિન્ટુભાઈ ચમનભાઈ વિરમગામીયા (રહે: નરશીપરા વાળો) જાહેર રોડ પર રિક્ષા પૂર ઝડપે નીકળતા અટકાવી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાંથી ૠઉં 13 અટ 6914 નંબર વાળી રીક્ષાનો ચાલક છેલાભાઈ જીવાભાઇ લાકડિયા (રહે: મયુરનગર વાળો) ટ્રાફિકની અડચણરૂપ થાય તે પ્રકારે રિક્ષા પાર્ક કરતા તેઓના વિરુધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જે દરમિયાન ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી નજીક ૠઉં 05 ઉંઙ 7401 નંબર વાળી કાર ચાલક કલ્પેશભાઈ મનસુખભાઇ સાવડિયા (રહે: હરીપર) વાળાએ હાઈવેમાં અન્ય રાહદારીઓને પરેશાની થાય તે પ્રકારે કાર ઉભી રાખી હોવાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



