રખડતાં કૂતરાંઓ પર સુનવણી, સિબ્બલે કહ્યું- મને ક્યારેય કરડ્યું નથી: જઈએ કહ્યું- તમે નસીબદાર છો, પરંતુ બાળકો-વડીલોને કરડી રહ્યા છે, લોકો મરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં બુધવારે રખડતાં કૂતરાં સંબંધિત કેસ પર સુનાવણી ચાલુ છે. દલીલમાં કૂતરાંના મૂડ, કૂતરાઓનું કાઉન્સેલિંગ, કોમ્યુનિટી ડોગ્સ અને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ડોગ્સ જેવા શબ્દો સામે આવ્યા. જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, વાત ફક્ત કરડવાની નથી, કૂતરાઓથી ખતરો પણ હોય છે. અકસ્માતોનો ખતરો. રખડતાં કૂતરાંથી રસ્તાઓ ખાલી રાખવા પડશે. તમે એની ઓળખ કેવી રીતે કરશો? સવાર-સવારમાં કયું કૂતરું કયા મૂડમાં છે, એ તમે જાણી શકતા નથી.
દલીલમાં રખડતાં કૂતરાંની તરફેણમાં દલીલ કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું, જ્યારે પણ હું મંદિરો વગેરેમાં ગયો છું, મને ક્યારેય કરડ્યું નથી. સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો- ‘તમે નસીબદાર છો. લોકોને કરડી રહ્યાં છે, બાળકોને કરડી રહ્યાં છે. લોકો મરી રહ્યા છે.’
કપિલ સિબ્બલે કહ્યું હતું કે કૂતરું કોઈને કરડ્યું હોય તો તમે એક સેન્ટરને ફોન કરો, એને લઈ જવામાં આવશે, તેની નસબંધી કરવામાં આવશે અને એને પાછા એ જ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે બસ, એક જ વસ્તુ બાકી છે, કૂતરાંને પણ કાઉન્સેલિંગ આપવું, જેથી પાછા છોડવામાં આવે ત્યારે એ કરડે નહીં.
આ મામલાની સુનાવણી આવતીકાલે સવારે 10:30 વાગ્યાથી ફરી શરૂ થશે, કારણ કે ચર્ચા અધૂરી રહી છે.
સિનિયર એડવોકેટ કે.કે. વેણુગોપાલ (ગઅકજઅછ, હૈદરાબાદ માટે) એ જણાવ્યું કે આ યુનિવર્સિટીમાં એક એનિમલ લો સેન્ટર છે. તેમાં એનિમલ પ્રોટેક્શનમાં માસ્ટર્સ કોર્સ અને પીજી ડિપ્લોમા પણ છે. એનિમલ પ્રોટેક્શનના સંબંધમાં તેનો હાર્વર્ડ યુનિવર્સિટી સાથે ખજ્ઞઞ છે. અમારી તપાસમાં એવા આંકડા સામે આવ્યા છે જે અગાઉ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા.
જસ્ટિસ મહેતાએ કહ્યું- કોર્ટ પરિસર, શાળાઓમાં કૂતરાઓની શું જરૂર છે
જસ્ટિસ મહેતા: જ્યાં સુધી સંસ્થાઓની વાત છે, તેઓ રસ્તાઓ નથી. અદાલત પરિસરો, શાળાઓમાં કૂતરાઓની શું જરૂર છે? આપણે શેના વિશે વાત કરી રહ્યા છીએ?
સિબ્બલ: જો તમે નિયમોનું પાલન કર્યા વિના આ બધા કૂતરાઓને શેલ્ટર હોમ્સમાં છોડી દેશો તો…
જસ્ટિસ મહેતા: નિયમો અનુસાર તેમને તે જ વિસ્તારમાં પાછા છોડવા પડશે. તો પછી સંસ્થાઓ કૂતરાઓથી મુક્ત કેવી રીતે રહેશે, શું તેમને રસ્તાઓ પર છોડી દેવા જોઈએ.
સિબ્બલ: આ રીતે કૂતરાઓની વસ્તી ખતમ કરી શકાતી નથી. એક કૂતરો જાય છે તો બીજો તેની જગ્યાએ આવી જાય છે. જો વૈજ્ઞાનિક મોડેલનું પાલન કરવામાં આવે તો એક દાયકામાં તેઓ ખતમ થઈ જશે. તેમની ઉંમર ફક્ત 10 વર્ષ હોય છે. પહેલા પણ આ રીત કારગર સાબિત થઈ ચૂકી છે. જે વિસ્તારોમાં રખડતા કૂતરાઓને હટાવવામાં આવે છે કે મારી નાખવામાં આવે છે, ત્યાં માણસ અને કૂતરા વચ્ચે સંઘર્ષ વધી જાય છે. આપણા બાળકો અને લોકોની સુરક્ષા જરૂરી છે, પરંતુ સમાધાન એવું ન હોવું જોઈએ જેનાથી ખતરો વધે.



