વાડી વિસ્તારમાં ખેતમજૂરો પર શ્ર્વાનોએ કર્યો હુમલો, બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે રખડતા શ્વાનના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના વાડી વિસ્તારમાં કાર્યરત પરિવાર પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો, જેમાં ચાર વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે તેની માતા અને બે વર્ષની ભાઈને ગંભીર ઇજા સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખેત મજૂર મુકેશભાઈ રાઠોડનો પરિવાર વાળુકડ ગામના વાડી વિસ્તારમાં કામમાં વ્યસ્ત હતો. દરમિયાન એક રખડતો શ્વાન ત્યાં પહોંચી ગયો અને ત્રણેયને નિશાન બનાવી હુમલો કર્યો. ઘટનામાં 4 વર્ષીય ખુશાલ મુકેશભાઈ રાઠોડ શ્વાનના બચકા ભરી લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેનું મૃત્યુ થયું. જ્યારે તેની માતા આશાબેન અને નાના ભાઈ સ્મિત (ઉ.વ. 2)ને ગંભીર ઇજા પહોંચતા તેમને પાલિતાણાની માનસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગામમાં ભય અને રોષ ફેલાયો છે. બાળકના કરુણ મોત અને માતા અને ભાઇને ઇજા પહોંચતા સમગ્ર ગામમાં ભય અને રોષ ફેલાયો છે. લોકો દ્વારા સ્થાનિક તંત્ર સામે રખડતા શ્વાનોના વધતા હુમલાના બનાવોને લઇ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અગાઉ પણ પાલિતાણા તાલુકાના અનેક ગામોમાં રખડતા શ્વાનના હુમલાના બનાવો સામે આવ્યા છે. ત્યારે બાળકો અને વડીલો વિશેષ અસરગ્રસ્ત બનતા તંત્ર સામે સક્રિય પગલાંની માંગ વધતી જાય છે.
- Advertisement -
મૃતક વિગત
નામ: ખુશાલ મુકેશભાઈ રાઠોડ
ઉંમર: અંદાજિત 4 વર્ષ
ઈજાગ્રસ્તો:
માતા: આશાબેન મુકેશભાઈ રાઠોડ
ભાઈ: સ્મિત મુકેશભાઈ રાઠોડ (ઉં.વ. 2 વર્ષ)



