ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને પશુઓનો ત્રાસ વધુ જોવા મળી રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ઘણા કિસ્સામાં તો રખડતા ઢોરના ત્રાસને કારણે લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે ત્યારે મોરબીનું તાલુકા સેવા સદન ઢોરવાડામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સેવા સદનમાં રખડતા ઢોરનું રાજ જોવા મળી રહ્યું છે જેથી ઢોરનો ત્રાસમાંથી મુક્ત કરવા તાલુકા સેવાસદનમાં સિક્યુરિટી મુકવાની સામાજિક કાર્યકરે માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકા સેવાસદન લોકોની સમસ્યા હલ કરવાનું કેન્દ્ર છે કે, પાંજરાપોળ ? મોરબી તાલુકા સેવા સદન જાણે ખુલ્લી બજાર હોય તેમ અંદર ત્રણથી ચાર આખલા આમ તેમ આંટા મારી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં સેવા સદન રામભરોસે હોય છે જેના કારણે અહીંયા ખુંટીયા તેમજ રખડતા શ્વાન જોવા મળે છે એટલું જ નહીં પરંતુ ચાલુ દિવસો દરમિયાન પણ ખુટીયા તથા શ્વાનનો ત્રાસ રહે છે જેથી સેવા સદનમાં આવતા નગરજનો અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી રખડતા ઢોરના ત્રાસ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મોરબીની પ્રજાનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબી તાલુકા સેવા સદનમાં રખડતા ઢોરનું રાજ, અરજદારોને હાલાકી

Follow US
Find US on Social Medias