મનુષ્ય પોતાના જીવનના તમામ પગલે એક નવી વાર્તા જીવતો-અનુભવતો આવ્યો છે
જામનગર, દ્વારકા, વલસાડ, નવસારી સહિતના શહેરમાં કાર્યક્રમ પૂર્ણ : રાજકોટમાં આઠમો શો
- Advertisement -
ભક્તિનગર પ્લોટ રાજકોટ એન્જિનિયરિંગ એસો. હોલ ખાતે 13 સપ્ટેમ્બરે રાત્રે 8:45 વાગ્યે કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
વાર્તા સાથે દરેક માણસ બાળપણથી લઈ અને યુવાની સુધી અનોખો સંબંધ ધરાવે છે. યુવાનીથી પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધીમાં વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓ પણ કોઈ રસપ્રદ વાર્તાથી ઓછી હોતી નથી. સાહિત્ય દ્વારા ચરિત્ર ઘડતરમાં બાળવાર્તાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે તો યુવાવયે મુગ્ધાવસ્થામાં અનુભવાતી લાગણીઓની આપ લે માટે વાર્તાઓ શ્રેષ્ઠ માધ્યમ રહ્યું છે. એમ કહી શકાય કે મનુષ્ય પોતાના જીવનના તમામ પગલે એક નવી વાર્તા જીવતો અને અનુભવતો આવ્યો છે અને આવા જ કોઈ હેતુથી અદ્વૈત આર્ટસ, રાજકોટ આયોજન કરી રહ્યું છે વાર્તાકથનના એક અદ્વિતીય કાર્યક્રમનું રાજકોટ શહેરમાં આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમના હજુ સુધીમાં કુલ સાત સફળ શો આ પૂર્વે જામનગર, દ્વારકા, વલસાડ, નવસારી જેવા શહેરોમાં થઈ ચૂક્યા છે અને આઠમો શો રાજકોટમાં કરી રહ્યા છે જેના આયોજક છે જાણીતા અભિનેતા અને ઉદઘોષક ચેતસ ઓઝા. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના જાણીતા લેખક અજય ઓઝા જેમની વાર્તાઓ મુંબઈમાં અનુભવી કલાકારો પણ ભજવે છે તે લેખક પોતે પોતાની ચાર વાર્તાઓ રસપ્રદ શૈલીમાં રજૂ કરશે અને સંગીત તેમજ લાઇટના ઉપયોગ થકી આ શોને પ્રેક્ષક માટે આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે ટીમ ખડખડાટ દ્વારા. એમની ચાર વાર્તાઓમાં પ્રેમ, કરુણ, સમજણ, વિરહ, હાસ્ય જેવા ભાવ અને સામાજિક લાક્ષણિકતાઓનું સુંદર પ્રતિબિંબ માણવા મળશે.
શનિવાર તારીખ 13 સપ્ટેમ્બર 2025 ના રોજ રાત્રે 8:45 વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર પ્લોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં લેલીઝ ગ્રુમિંગ હબ, ક્રિએટીવ એન્જીનીયર્સ એન્ડ મેટલ કાસ્ટ, ઇમ્પેલ ગ્રુપ તથા દિલજીત ફ્લોર સર્વિસ શુભેચ્છક તરીકે જોડાયા છે, જ્યારે કલાકારોનું આતિથ્ય અને આદર સત્કારની જવાબદારી ચા વાલા કાફેએ સંભાળી છે. ફક્ત 120ના નજીવા દરે થનાર આ કાર્યક્રમના ઓનલાઈન બુકિંગ માટે ઝઠઊંઊંઈંઝ ઓનલાઈન પોર્ટલની સુવિધા છે તેમજ રાજકોટવાસીઓ ઑફલાઇન પાસ ચા વાલા કાફે, (એસ્ટ્રોન ચોક નાલા પાસે) ખાતેથી રૂબરૂ પણ મેળવી શકે છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 8866286396 પર વ્હોટસએપ મેસેજ કરી શકો છો.