મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું, ઘટના બની ત્યારે શેડ નીચે 30થી 40 લોકો હાજર હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા
મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હઓવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે શેડ ધરાશાયી થયો હતો. આ પછી શેડમાં હાજર 7 લોકોના કરુણ મોત થયા હતા. આ તરફ 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વરસાદ અને વાવાઝોડા દરમિયાન શેડ નીચે કુલ 30 થી 40 લોકો હાજર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના ત્રણ મોત હોસ્પિટલમાં થયા છે. આ તરફ ઘાયલોને અકોલા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.
- Advertisement -
અકોલા જિલ્લાના તોફાની પવન અને વરસાદને કારણે બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. આ ઘટના બની ત્યારે શેડ નીચે 30થી 40 લોકો હાજર હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ અને કાટમાળ હટાવવા માટે જેસીબી પણ બોલાવવામાં આવી હતી.
कल शाम बारिश के कारण अकोला ज़िले के पारस गांव में टीन के शेड पर एक पुराना पेड़ गिरने से 7 लोगों की मृत्यु हो गई, जबकि 30-40 लोग घायल हो गए। घायलों को अस्पताल ले जाया गया: नीमा अरोड़ा, कलेक्टर, अकोला, महाराष्ट्र pic.twitter.com/YUij29XfOk
— ANI_HindiNews (@AHindinews) April 9, 2023
- Advertisement -
ભારે વરસાદ-વાવાઝોડાને કારણે મુશ્કેલીઓ
વાત જાણે એમ છે કે, બચાવ કાર્ય દરમિયાન ટીમના સભ્યોને ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શેડ ધરાશાયી થયા પછી લોકો તેમના પ્રિયજનોની શોધમાં અહીં અને ત્યાં ભટકતા જોવા મળ્યા હતા.
અકોલા જિલ્લા કલેક્ટરે શું કહ્યું ?
અકોલા જિલ્લા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે, ઘટના સમયે શેડની નીચે લગભગ 40 લોકો હાજર હતા. જેમાંથી 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાદમાં મૃત્યુઆંક વધીને સાત થયો હતો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
अकोला जिल्ह्यातील पारस येथे एका धार्मिक समारंभासाठी काही लोक एकत्र आले असता, टिनाच्या शेडवर झाड कोसळून झालेल्या दुर्घटनेत काही भाविकांचा मृत्यू झाल्याचे वृत्त वेदनादायी आहे.
मी त्यांना विनम्र श्रद्धांजली अर्पण करतो.
जिल्हाधिकारी आणि पोलिस अधीक्षक यांनी तातडीने घटनास्थळी भेट दिली…
— Devendra Fadnavis (@Dev_Fadnavis) April 9, 2023
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દુ:ખ વ્યક્ત કર્યું
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનામાં કેટલાક શ્રદ્ધાળુઓના મોત પર ઊંડી શોક વ્યક્ત કર્યો હતો. ફડણવીસે ટ્વીટ કરીને લખ્યું, ‘આ ઘટના દુઃખદાયક છે. હું તેમને મારા નમ્ર આદર વ્યક્ત કરું છું. ડેપ્યુટી CM ફડણવીસે કહ્યું કે, કલેક્ટર અને પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘાયલોને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ફડણવીસે ટ્વીટ કર્યું કે, કેટલાક ઘાયલોને જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને નાની ઈજાઓને બાલાપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘CM એકનાથ શિંદેએ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.’