ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ’દાના’ ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ. 8:30 કલાકમાં તોફાનની ઝડપ ઘટીને 10 સળાવ થઈ ગઈ. ‘દાના’ની અસરને કારણે ઓડિશામાં સતત વરસાદ થઈ રહ્યો છે. ભદ્રક, કેન્દ્રપરામાં 30 ભળથી વધુ વરસાદની અપેક્ષા છે. સીએમ માઝીએ કહ્યું- 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને વાહનોને પણ નુકસાન થયું હતું.
- Advertisement -
ઓડિશા ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મમતા સરકાર 83 હજાર લોકોને રાહત શિબિરોમાં લઈ ગઈ છે.
ગુરુવારે સાંજે 5 વાગ્યાથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી ભુવનેશ્ર્વર અને કોલકાતા એરપોર્ટ પર 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તે જ સમયે, સાઉથ ઈસ્ટ રેલવે, ઈસ્ટ કોસ્ટ રેલવે, ઈસ્ટર્ન રેલવે અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી હતી.
ઓડિશાના CMએ કહ્યું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી, મિશન સફળ’
ઓડિશાના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, ’રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન સફળ થયું છે. કારણ કે ગુરુવારે રાત્રે દરિયાકાંઠે ત્રાટકેલા દાના વાવાઝોડાથી કોઈ માનવ જીવનના નુકસાન અથવા ઈજાઓ પહોંચી નથી.’ ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીએ શુક્રવારે અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોને શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ’અમે રાજ્યમાં આવેલા દાના વાવાઝોડાના કારણે ઊભી થયેલી સંકટની પરિસ્થિતિનો સામનો કરવામાં અને ઝીરો કેઝ્યુઅલ્ટી મિશનમાં રહ્યા છીએ.’ દાના વાવાઝોડાએ ઓડિશાના બાલેશ્ર્વર જિલ્લામાં વ્યાપક નુકસાન કર્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા અને રસ્તાઓ બંધ થઈ ગયા હતી. જિલ્લા પ્રશાસને તાત્કાલિક પગલાં લીધાં અને રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી શરૂ કરી, જેથી લોકોને અવરજવરમાં મુશ્ર્કેલી ન પડે. વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબૂમાં આવી ગઈ.