વેકેશનમા ચાલતી શાળાઓ પર કાર્યવાહી કરવા કોંગ્રેસની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂ દેવામા આવતો હોય છે અને તેની પણ મસ્ત મોટી ફીઓ ઉઘરવામા આવતી હોય છે જે વાલીઓ માટે આર્થિક બોજરૂપ બનતી હોય છે ત્યારે આ મુદાને લઈ આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જીલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી હતી.તેઓએ રજૂઆતમા જણાવ્યુ હતુ કે આ પ્રકારની વેકેશન બેચની ન તો કોઈ શૈક્ષણિક સંસ્થાને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ પ્રકારની મંજૂરી છે અને ન જ રાજ્યશિક્ષણ બોર્ડ તરફથી અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.રાજ્ય સરકારના શિક્ષણવિભાગના નિયમોના અનુસાર કોઈ પણ શાળા વેકેશન દરમ્યાન અનધિકૃત રીતે શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી શકે નહીં.
રોહિતસિંહે જણાવ્યુ હતુ કે હાલના સમયમા પુખ્તવયના વિદ્યાર્થીઓમા વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક છે ત્યારે ખાસ કરીને ધ્યાન દોરવા જેવો મુદ્દો એ છે કે, વેકેશનનો હેતુ માત્ર શૈક્ષણિક વિરામ નહીં પરંતુ બાળકોના મનોવિજ્ઞાનિક અને શારીરિક આરામ માટે પણ હોય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ મનોરંજન, કૌશલ્ય વિકાસ, પરિવાર સાથે સમય વિતાવવો અને માનસિક તાજગીને અનુભવવી જોઈએ. પરંતુ સ્કૂલો દ્વારા સમય પહેલા અભ્યાસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર અનાવશ્યક બોજ ઊભો થાય છે, જે તેમના સમગ્ર વિકાસ માટે નુકસાનકારક બની શકે છે.
આ અંગે તેઓએ કહ્યુ હતુ કે વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવી એ રાજ્ય શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા વિરુદ્ધ છે. વેકશનમા ફી ના ઉઘરાણા એ વાલીઓ પર આર્થિક દબાણ ઊભું થાય છે કારણ કે સ્કૂલો પુરતી ફી લઈને વેકેશન દરમ્યાન અનૌપચારિક વર્ગો ચલાવે છે.વિદ્યાર્થીઓના આરામ અને પોઝિટિવ માઈન્ડસેટને નુકસાન થાય છે.
- Advertisement -
તેઓએ અંતમા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓની માંગ છે કે:
1. આવા કેસોની તાત્કાલિક તપાસ કરાવી આવી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવી.
2. વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ન આવે તેની ખાતરી માટે સ્પષ્ટ દિશાનિર્દેશ જાહેર કરવા જોઈએ
3. ખાનગી શાળાઓને ફી સંબંધી પારદર્શક અને નીતિબદ્ધ વ્યવસ્થા માટે પાબંદ કરવી.
4. સરકારે જાહેર કરેલ વેકેશન સમય દરમિયાન જો કોઈ શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂ રાખે તે સબંધિત ફરિયાદ નિવારણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવે.
રજુઆતની અંતમા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓના સાર્વાંગી વિકાસ અને શિક્ષણના સ્વચ્છ માળખા માટે ઉપરોક્ત જરૂરી પગલાં તાત્કાલિક લેવામા આવે અન્યથા કોંગ્રેસ જે તે સ્કૂલોની ફરિયાદના આધારે હલ્લાબોલ કરશે ફક્ષય જરૂર પડ્યે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસનો ઘેરાવ પણ કરશે.