પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. RPF અને રાજ્ય પોલીસે અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રેલવેએ તપાસ શરૂ કરી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
C3 અને C6 કોચના કાચ તૂટી ગયા
ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, પથ્થરમારાની ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.
Bengal: Window panes damaged as stones pelted at Vande Bharat Express, second attack in 24 hrs
Read @ANI Story https://t.co/zRAedFowi1#StonePelting #VandeBharatExpress #Bengal pic.twitter.com/6ITl0deweQ
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 3, 2023
સોમવારે પણ થયો હતો પથ્થરમારો
માહિતી અનુસાર, મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
PM મોદીએ બતાવી હતી લીલીઝંડી
નોંધપાત્ર વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે માતા હીરાબેનને મુખાગ્નિ આપ્યા બાદ પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી. વંદે ભારતે 1લી જાન્યુઆરીથી તેની યાત્રા શરૂ કરી છે. તેના એક દિવસ બાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની પ્રથમ ઘટના સામે આવી છે.