-રેલવે પોલીસ અસામાજીક તત્વો પર લગામ કસવામાં નિષ્ફળ: ટ્રેન પર પથ્થરમારાથી યાત્રીઓમાં અફડાતફડી
માત્ર 24 દિવસના અંતરાલ બાદ રાજધાની એકસપ્રેસ ટ્રેન ફરી એકવાર પથ્થરમારાનો ભોગ બની છે. ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ જેવી વીઆઈપી સુરક્ષાવાળી ટ્રેન પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી કોચની બારીના કાચ તોડી નાખ્યા હતા, જેને લઈને ટ્રેનમાં યાત્રીઓમાં અફડાતફડી મચી ગઈ હતી.
- Advertisement -
રાજધાની એકસપ્રેસ ટ્રેન પર ટુંકાગાળામાં સતત બીજીવાર પથ્થરમારો થતા અસામાજીક તત્વો પર લગામ કસવામાં રેલવે પોલીસ નિષ્ફળ પુરવાર થઈ રહી છે. પથ્થરમારાના કારણે યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. યાત્રીઓએ ઘટનાની જાણકારી ટ્રેન અધિક્ષકની સાથે આરપીએફને આપી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 25મી જૂને ખગડિયા જંકશને ટ્રેન પર પથ્થરમારો થયો હતો.