SPની ફરિયાદ પર ECની કાર્યવાહી, 7 પોલીસકર્મી સસ્પેન્ડ
બુધવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ અને નાંદેડ લોકસભા સીટ સાથે 4 રાજ્યોની 15 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પંજાબના ગુરદાસપુર જિલ્લાની ડેરા બાબા નાનક સીટ પર એક બૂથ પર મતદાન મામલે કોંગ્રેસ-આપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મામલો હવે શાંત છે. ઉત્તરપ્રદેશમાં, સપાએ આરોપ લગાવ્યો છે કે મૈનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા સીટના એક બૂથ પરથી તેના એક સમર્થકને પોલીસ ઉઠાવી ગઈ છે. સપાના બૂથ એજન્ટોને ધમકાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
મુઝફ્ફરપુર જિલ્લાના મીરાપુર કકરૌલીમાં મતદાન દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અહીં સપાએ પ્રશાસન પર ભાજપના ઉમેદવાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. કાનપુરની સિસામઉ સીટના ચમનગંજ વિસ્તારમાં પોલીસ અને છઅઋએ લોકોને દોડાવ્યા. સપા ધારાસભ્ય અમિતાભ વાજપેયીને કાનપુરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના ઘરની બહાર પોલીસ તહેનાત છે.