આજે બજારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ છે. નિફ્ટી ઓપનિંગમાં જ 17,400 ના આંકડાને વટાવી ગયો તો સેન્સેક્સમાં પણ 573 પોઈન્ટથી વધુનો ઉછાળો દેખાયો.
ભારતીય શેર બજાર માટે આજનો દિવસ સારી તેજી સાથે ટ્રેડિંગ કરવાના સંકેત આપી રહ્યું છે. આજે બજારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ છે અને નિફ્ટી ઓપનિંગમાં જ 17,400 ના આંકડાને વટાવી ગયો આ સાથે જ સેન્સેક્સમાં પણ 573 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ટ્રેડ ઓપન થયું છે. એશિયાઈ શેર માર્કેટમાં નીક્કેઇને છોડીને બાકીના દરેક ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સાથે જ સ્થાનિક બજારમાં આઈટી અને બેન્ક શેરોમાં આવેલ શાનદાર તેજીને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે.
- Advertisement -
કેવી રીતે ખુલ્યું આજે માર્કેટ
આજે શેરબજારની શરૂઆત સારી તેજી સાથે થઈ છે અને BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 573 પોઈન્ટના વધારા સાથે 58,984 પર ખુલ્યો છે અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 126.95 પોઈન્ટ અથવા 0.73 ટકાના વધારા સાથે 17,438 પર ખુલ્યો હતો.
આ શેરમાં આજે તેજી જોવા મળશે
સેન્સેક્સમાં આજે ભારતી એરટેલ, એસબીઆઈ, એમએન્ડએમ, એલએન્ડટી, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, આઈટીસી, એચસીએલ ટેક, મારુતિ, એચયુએલ, ટીસીએસ, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, નેસ્લે, ટાઇટન, આઈસીઆઈસીઆઈ બેંક, શેર્સ. બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, ડો રેડ્ડીઝ લેબ્સ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, સન ફાર્મા અને એચડીએફસીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Sensex opens in green- currently at 58,984.82 points, up by 573.84. Nifty up 164.20 points, at 17,476.00 pic.twitter.com/ht4RQWbTQf
- Advertisement -
— ANI (@ANI) October 18, 2022
આજે આ શેરમાં ઘટાડો જોવા મળશે
સેન્સેક્સમાં આજે માત્ર એક્સિસ બેંકના શેરમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ અપોલો હોસ્પિટલ, એક્સિસ બેંક, HPCL અને Divi’s Labs નિફ્ટીમાં સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજે માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટેની સલાહ
આજે બેંક નિફ્ટી 40,200-40,250 ની વચ્ચે ખૂલ્યો અને દિવસ દરમિયાન ટ્રેડિંગમાં 39,900-40,600 ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. એટલા માટે તેને ખરીદવા માટે: 40,400 થી ઉપર હોય ત્યારે ખરીદો અને ટાર્ગેટ 40,600 અને સ્ટોપપ્લસ 40,300 રાખો. સાથે જ વેચાણ માટે: 39,900 થી નીચે જાય તો વહેંચો અને ટાર્ગેટ 39,700 અને સ્ટોપ લોસ 40,000 રાખો.
પ્રી-ઓપનિંગમાં કેવું રહ્યું માર્કેટ
આજના માર્કેટ પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર કારોબાર રહ્યો હતો . BSE સેન્સેક્સ 173 અંક એટલે કે 0.30 ટકાના ઘટાડા સાથે 58,237 ના સ્તર પર અને NSE નો નિફ્ટી 26.70 પોઈન્ટ એટલે કે 0.15 ટકા વધીને 17,338 ના સ્તર પર જોવા મળ્યો હતો.



