ભારતીય શેરબજારની શરૂઆત આજે મંગળવારે સવારે મોટા ઘટાડા સાથે થઈ છે. મહત્વનું છે કે ગઇકાલે શ્રાવણના છેલ્લા સોમવારે થયેલ ઘટાડો આજે પણ ચાલુ છે. આજે સેન્સેક્સ લગભગ 601.39 પોઈન્ટ ઘટાડા સાથે ખુલ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ 872 પૉઇન્ટના જબરદસ્ત ઘટાડા સાથે બંધ થયો હતો અને આજે તે નીચે લપસીને 58,172.48 થઈ ગયો છે. આ તરફ નિફ્ટી 145.5 પોઈન્ટ ઘટીને 17,345.20 પર છે.
આજે બજારની શરૂઆત વખતે સેન્સેક્સ 567.90 પોઈન્ટ અથવા 0.97 ટકાના ઘટાડા સાથે 58,205 પર ખુલ્યો હતો અને નિફ્ટી 133.35 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઘટાડા સાથે 17,357.35 પર ખુલ્યો હતો.
- Advertisement -
આજના પ્રી-ઓપન ટ્રેડમાં BSE સેન્સેક્સ 739 પોઈન્ટના જબરદસ્ત ઘટાડા સાથે 58041 ના સ્તર પર હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 358.50 પોઈન્ટ અથવા 2.05 ટકાના ઘટાડા સાથે 17132 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગઇકાલે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું
શ્રાવણના છેલ્લા સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદમાં હવે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. રોકાણકારો બજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં જંગી નફો બુક કરતા જોવા મળ્યા હતા. જે બાદમાં બજાર બંધ થવા સમયે સેન્સેક્સ 59,000ની નીચે સરકી ગયો હતો.