આજે બુધવારે શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 57800ને પાર કરી ગયો છે. આ સિવાય નિફ્ટીએ પણ બજાર ખુલતાની સાથે જ 17000ની ઉપરનું સ્તર દર્શાવ્યું
આજે બુધવારે શેરબજારની શરૂઆત મિશ્ર રહી હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઊંચાઈ બતાવી છે. વાત જાણે એમ છે કે, આજે બુધવારે શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 57800ને પાર કરી ગયો છે. આ સિવાય નિફ્ટીએ પણ બજાર ખુલતાની સાથે જ 17000ની ઉપરનું સ્તર દર્શાવ્યું છે.
- Advertisement -
આજે શેરબજારમાં લગભગ તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે બજાર ઊંચાઈની રેન્જમાં આવી ગયું છે. એશિયન બજારો પણ થોડો મજબૂત ટેકો લેતા જોવા મળી રહ્યા છે અને આજના ટ્રેડિંગ સેશન માટે રોકાણકારોનું સેન્ટિમેન્ટ તેજીનું છે.
મહત્વનું છે કે, આજે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 41.64 અંકોના ઘટાડા સાથે 57,572.08 ના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ, નિફ્ટીની વાત કરીએ તો, NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 25.60 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 16,977.30 પર ખુલવામાં સફળ રહ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 24 શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. NSE નિફ્ટીના 50માંથી 39 શેરોમાં વૃદ્ધિનું લીલું નિશાન જોવા મળી રહ્યું છે. આ સિવાય 10 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે.
આજના કારોબારમાં NSEના નિફ્ટીમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળો દર્શાવે છે. તેલ અને ગેસ શેરોમાં આજે માત્ર ઘટાડાનું લાલ નિશાન જ પ્રભુત્વ ધરાવે છે. બેંક, મેટલ, ઓટો, ફાર્મા, મીડિયા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો અને એફએમસીજીની સાથે રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેર સારી મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.