ભારતીય શેરબજારમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 209.18 પોઈન્ટ અથવા 0.26 ટકાના સારા વધારા સાથે 81,768.72 પર ખુલ્યો.
અમેરિકન શેરબજારમાં મજબૂતી પરત આવવાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી અને મંગળવારે પણ મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળ્યો જ્યારે નિફ્ટી 25000 ની નજીક પહોંચી ગયો. બીએસઈનો સેન્સેક્સ 209.18 પોઈન્ટ અથવા 0.26 ટકાના સારા ઉછાળા સાથે 81,768.72 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 63.00 પોઈન્ટ અથવા 0.25 ટકાના નજીવા વધારા સાથે 24,999.40 પર ખુલ્યો હતો.
- Advertisement -
ભારતીય શેરબજારમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર (0.72 ટકા)માં સારા ઉછાળાથી બજારને ટેકો મળ્યો છે. આ સાથે પીએસયુ બેંક, ફાર્મા, મેટલ, ઓટો જેવા સેક્ટર પણ ઝડપી ગતિએ કારોબાર કરી રહ્યા છે. આજે નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સના 30 માંથી 27 શેરોમાં બજાર ખુલવાની સાથે જ ઉછાળો જોવા મળી રહ્યો છે અને ઇન્ફોસિસ ટોચ પર છે. આ પછી ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, પાવરગ્રીડ, એચસીએલ ટેક, ટાટા મોટર્સના શેર છે.
માર્કેટ ઓપનિંગના સમયે, NSE પર HUL ટોપ ગેઇનર રહ્યું છે અને તેના 50 શેરમાંથી 32 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 18 શેર્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજે, સ્થાનિક શેરબજારની પ્રી-ઓપનિંગમાં, BSE સેન્સેક્સ 133.17 +0.16 ટકાના વધારા સાથે 81,692.71 પર ટ્રેડ કરી રહ્યો હતો. સ્થાનિક શેરબજારના માર્કેટ કેપ પર નજર કરીએ તો ગઈકાલે સ્થાનિક શેરબજારનું માર્કેટ કેપ 4,59.99 લાખ કરોડ રૂપિયા હતું. આજે તેમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે 462.82 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
સોમવારે કેવું રહ્યું બજાર
- Advertisement -
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 365 પોઈન્ટના ઉછાળા સાથે 81,548.95 પર બંધ રહ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 0.35 ટકાના વધારા સાથે 24,938.45 પર બંધ થયો. નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન HUL, શ્રીરામ ફાઇનાન્સ, ICICI બેન્ક, ITC અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ONGC, ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, NTPC અને BPCL ટોપ લુઝર્સમાં હતા. સેક્ટર્સમાં એફએમસીજી અને બેંક સૂચકાંકો પ્રત્યેક 1-1 ટકા વધ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેટલ, ટેલિકોમ, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી 0.3-1 ટકા ઘટ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટ્યા છે.