ફરી એકવાર શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. આજે સોમવાર ત્રણ જુલાઇએ સેંસેક્સે 65,300ની સપાટી પાર કરી છે. નિફ્ટીએ પણ 19,345 અંક સુધી પહોંચી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે જ રોકાણકારો માટે ખુશીના સમાચાર લઇને માર્કેટ ખુલ્યું હતું. ફરી એકવાર શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. આજે સોમવાર ત્રણ જુલાઇએ સેંસેક્સે 65,300ની સપાટી પાર કરી કરી છે. નિફ્ટીએ પણ 19,345 અંક સુધી પહોંચી હતી. તો સેંસેક્સમાં 486 અંકની આગ જરતી તેજી સાથે 65,205ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 133 અંકની તેજી રહી હતી.જે 19,322ના ઓલટાઇમ હાઇ પર બંધ રહ્યું હતું. સેંસેક્સમાં આવેલી તેજી પાછળ 30 મહત્વના શેર જવાબદાર રહ્યાં હતા, જેમાંથી 15 શેરમાં તેજી અને 15 શેરમાં ઘટાડો નોંધાયો હતો.
- Advertisement -
રોકાણકારો રાજીના રેડ
શેર બજારમાં આવેલી તેજી અંગે હિસાબ લગાડવા માટે નિષ્ણાતોએ મગજ દોડાવ્યું હતું, જેમાં કેટલાક મહત્વના તારણો સામે આવ્યા છે. જેમ કે મોંઘવારીમાં ઘટાડો થયો તેની અસર સેંસેક્સમાં જોવા મળી છે. તો કાચા તેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. આ સિવાય ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થયો જેની સીધી અસર શેરબજારમાં જોવા મળી છે. તો ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધવાથી પણ બજારમાં મજબૂત જોવા મળી છે.
નિફ્ટી બેંક પણ પહેલીવાર 45,000ની સપાટી કુદાવી
- Advertisement -
શેર બજારમાં ટ્રેડની સૌથી મોટી ખાસિયત એ રહી કે નિફ્ટી બેંક પણ પહેલીવાર 45,000ની સપાટી કુદાવી છે. નિફ્ટીમાં મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા. આ સિવાય એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇંફ્રા, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી. જ્યારે ઓટો, આઇટી, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં થોડી નરમાઇ જોવા મળી હતી.