માર્કેટ આજે સોમવારે રોકેટ સ્પીડે ચાલ્યું છે. માર્કેટ ખૂલ્યું એની 10 જ સેકન્ડ ની અંદર રોકાણકારોને બમણો ફાયદો થયો છે.
ભારત – પાક તનાવ શાંત થતા હવે તમામ પરિબળો તેજી માટે અનુકુળ: દરેક ક્ષેત્રોનાં શેરો ઉંચકાયા
- Advertisement -
ઓપરેશન સિંદૂર પછી ચાર દિવસ ચાલેલા સંઘર્ષનો અંત આવ્યા પછી સ્થાનિક શેરબજારે ફરીથી ચમક મેળવી. આજે શેર માર્કેટની શરૂઆતથી જ તેજી દેખાઈ રહી હતી. અને માર્કેટ ખૂલવાના માત્ર 10 સેકન્ડમાં જ રોકાણકારોને ડબલ બેનિફિટ થયો છે. આજે સોમવારે ટ્રેડિંગ અને સપ્તાહના પહેલા દિવસે શરૂઆતના કારોબારમાં શેરબજારમાં તેજી જોવા મળી. બજાર લીલા નિશાન પર ખુલ્યું અને ગતિની નવી ઊંચાઈઓને સ્પર્શવાનું શરૂ કર્યું. સેન્સેક્સ 900 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24500 પર પહોંચ્યો.
આ શેરોમાં ઉથલપાથલ
શરૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જ્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત ટ્રેન્ટના શેરમાં 5 ટકા, એક્સિસ બેંકમાં 4 ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આજના કારોબારમાં બેંકિંગ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે ફાર્મા ક્ષેત્રના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી50 પેકમાંથી સન ફાર્મા સૌથી વધુ લુઝર રહ્યો. જેમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો. જ્યારે સિપ્લાના શેરમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો થયો.
- Advertisement -
આ 10 મોટા શેરો રોકેટ બનીને ઊડ્યાં
શેરબજારમાં તેજી વચ્ચે જે લાર્જ-કેપ કંપનીઓના શેર સૌથી ઝડપી ગતિએ ચાલ્યા તેમાં ટોપ-10 શેરોમાં એક્સિસ બેંક (4%), અદાણી પોર્ટ્સ (3.88%), બજાજ ફિનસર્વ (3.75%), એટરનલ શેર (3.61%), બજાજ ફાઇનાન્સ શેર (3.61%), NTPC શેર (3.50%), ટાટા સ્ટીલ શેર (3.40%), રિલાયન્સ શેર (3.23%), ICICI બેંક શેર (2.90%) અને HDFC બેંક શેર (2.85%)નો સમાવેશ થાય છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોની વાત કરીએ તો મિડકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ એસ્કોર્ટ્સ શેર (7.63%), સુઝલોન શેર (7.32%), ફર્સ્ટ ક્રાય શેર (7.22%), ડિક્સન ટેક શેર (6.40%), RVNL શેર (6.30%), IREDA શેર (5.43%) ઊંચા ટ્રેડિંગમાં હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં, પંજાબ કેમિકલ (13%) અને KPEL 10% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ધૂમ તેજીના પહેલા જ સંકેત મળી ગયા હતા
ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્સ, એનટીપસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી.
યુદ્ધવિરામ પછી સારા સંકેતો
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, બજાર માટે વિદેશમાંથી સારા સંકેતો મળી રહ્યા હતા. જેની અસર પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજાર મિશ્ર સ્તરે બંધ થયું. તો સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે મોટાભાગના એશિયન બજારો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 525 પોઈન્ટ ઉછળીને 24,610 ના સ્તરે પહોંચ્યો.