ઘોર કળિયુગ કે બીજુ કાંઇ?
યુવકે એકલતાનો લાભ લઈ સાવકી બહેનને હવસનો શિકાર બનાવી: ભક્તિનગર પોલીસે કરી કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન પર એકલતાનો લાભ લઈ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી તેના જ નવી પત્નીના દિકરા વિરૂધ્ધ આઇપીસી 376(2)એન તથા પોકસોની કલમ 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીના પત્નીનું 2006માં અવસાન થઈ ગયું હતું. ત્યારે તેમને એક દિકરી હતી જે હાલ 17 વર્ષની છે. પત્નીના અવસાન પછી એકાદ વર્ષ બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતાં. બીજી પત્નીને આગલા ઘરનો દીકરો હતો. ત્યારે તે 6 વર્ષનો હતો. હાલમાં 21 વર્ષનો છે.
ફરિયાદી પિતાને શારીરિક પીડા હોઈ ઓપરેશન કરાવવું પડ્યું હતું. એ પછી અમુક દિવસ ગામડે રહેવું પડયું હતું. પત્નિ પણ ત્યાં સેવામાં હતાં. પાછળ રાજકોટમાં ભાઈ બહેન ઘરે એકલા હતાં. બહેનની રક્ષા કરવાને બદલે ખુદ ભાઈ ભક્ષક બની ગયો હતો અને બહેન સાથે ત્રણથી ચાર વખત બળજબરીથી દુષ્કર્મ આચરી લીધું હતું.
- Advertisement -
યુવતીએ આપવીતી વર્ણવી: પોક્સોની કલમ હેઠળ ગુનો
યુવતીએ ભાભીને હકીકત જણાવી હતી જેમાં કહ્યું હતું કે, ભાઈએ મારી સાથે જબરદસ્તી કપડાં કાઢી ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મારા પત્નીએ મને જાણ કરતા અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે પિતાએ પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સાવકા ભાઈની ધરપકડ કરી મેડિકલ ચેકપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.