ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ટુરીઝમ વિભાગ દ્વારા નવા પ્રવાસન ધામોનો વિકાસ કરવાની યોજના ઘડી છે. પોરબંદરના મિયાણી બીચ પર વિશ્વની સૌથી વિશાળ “સ્ટેચ્યુ ઓફ મહાત્મા” નિર્માણ થવાનું છે, જેના માટે રાજ્ય સરકાર તરફથી મૌખિક મંજુરી મળી ગઈ છે. સાથે જ આ સ્થળે એક સુંદર સ્કલ્પચર ગાર્ડન પણ બનાવવામાં આવશે, જેમાં વિવિધ મુર્તિઓ અને કલાકૃતિઓ દર્શાવીને મહાત્મા ગાંધીજીના વિચારોને જનસમાજ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ કમ ક્ધસલ્ટન્ટની નિમણુંક શરૂ થઇ ચૂકી છે અને પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જમીનની ફાળવણીની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડના જણાવ્યા પ્રમાણે મિયાણી બીચને આ પ્રોજેક્ટથી વધારાની ઓળખ મળશે. ₹
આ પ્રોજેક્ટની રજૂઆત પોરબંદરના આદિત્યાણામાં વસતા સામાજિક કાર્યકર્તા લીલાભાઈ મોઢવાડીયાએ રાજ્ય સરકારને કરી હતી.
- Advertisement -
તેઓએ પોરબંદરના કોઈ એક બીચ પર ગાંધીજીની વિશાળ પ્રતિમા ઉભી કરવાની માંગણી કરી હતી, જેથી પોરબંદરનું નામ વિશ્વ પાયે પ્રસિદ્ધ થઈ શકે અને પ્રવાસન ક્ષેત્રે આ નવું સ્થળ પોરબંદરને વિશાળ સફળતા તરફ દોરી શકે. મિયાણી બીચ પર મહાત્મા ગાંધીજીની વિશાળ પ્રતિમા ઉભી થશે, ત્યારે પોરબંદર પ્રવાસન ક્ષેત્રે એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરશે. આ પ્રતિમાને નિહાળવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓનું પોરબંદર તરફ આવન-જાવન વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળશે.



