ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રિમ કોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે ઘાયલ સાક્ષીનું નિવેદન ખૂબ જ મુલ્યવાન છે. તેને હળવાશમાં લઈને ફગાવી ન શકાય. સુપ્રિમ કોર્ટે હત્યાના કેસમાં બે દોષીઓની અપીલ ફગાવીને અરજી કાઢી નાંખી હતી. જસ્ટીસ સુધાંશુ ધુલીયાની આગેવાની વાળી બેન્ચે જણાવ્યું હતું કે ઘાયલ સાક્ષીનું મુલ્ય વધુ મહત્વનું છે.
તેના નિવેદનને ત્યાં સુધી હળવાશમાં ન લઈ શકાય જયાં સુધી તેના માટે કોઈ મજબૂત કારણ ન હોય. અદાલતે જણાવ્યું હતું કે સાક્ષીની ઘટનાસ્થળે હાજરીને ત્યાં સુધી શંકાની નજર ન જોઈ શકાય જયાં સુધી તેના નિવેદનમાં કોઈ વિરોધાભાસ ન હોય. કેટલાંક મામુલી વિરોધાભાસના આધારે આવા સાક્ષી પર શંકા ન કરી શકાય. ઉલ્લેખનીય છે કે હત્યાના બે આરોપીઓને પૂણેની સેશન કોર્ટે દોષી ઠેરવ્યા હતા. આ બે આરોપીઓએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કર હતી.
હાઈકોર્ટે દોષી ઠેરવતા આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સંબંધીત કેસ અનુસાર અરજી કરનારા અરજદારોના હાથમાં તલવાર અને દાતરડુ હતા.
તેમણે અબ્બાસ વેગના શરીર પર હુમલો કર્યો હતો જેથી તેનું મોત થયુ હતું. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં ત્રણ નજરે જોનાર સાક્ષી હતા. તેમનું નિવેદન વિશ્ર્વસનીય છે. નજરે જોનારાના નિવેદન પર ભરોસો ન કરવાનું કોઈ કારણ નથી સુપ્રિમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી દીધી હતી.
ઘાયલ સાક્ષીઓનું નિવેદન મહત્વનો પૂરાવો, તેને ફગાવી ન શકાય: સુપ્રિમ કોર્ટ
