કુલ 13908 બોટલ, ટ્રક સહિત રૂ.67.82 લાખની મત્તા કબ્જે કરી, રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ
અમદાવાદ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વૉચ ગોઠવી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ફરી એકવાર બૂટલેગરની કમર તૂટી જાય તેવી કાર્યવાહી કરી છે. પંજાબ વાયા રાજસ્થાનથી રાજકોટ લવાતો 42.77 લાખનો દારૂ ઝડપી લીધો છે. અમદાવાદના ચાંગોદર નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક સહિત રૂ.67.82 લાખની મત્તા કબ્જે કરી છે. ઉપરાંત રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ક્ધટેનરમાં છુપાવી દારૂની હેરાફેરી થતી હતી. રાજકોટની બિલ-ટી મળી આવતા રાજકોટ કનેક્શન ખુલ્યું છે, ટ્રક રાજકોટ પહોંચાડી ચાલક બદલી બૂટલેગરના અડ્ડા સુધી માલ પહોંચાડવાનો પ્લાન હતો તેવું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના એડીશનલ ડીજી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિતના અધિકારીઓની ટીમ દરોડાનો દોર આગળ ધપાવી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે એસએમસીના પીએસઆઈ આર.બી. ઝાલા અને તેમની ટીમે બાતમીના આધારે ચાંગોદર નજીક માટોડા પાટિયા, ઇન્ટાસ કંપની નજીક અમદાવાદ રાજકોટ હાઇવે પર વોચ ગોઠવી દરમિયાન બાતમી વાળો એન.એલ. 01 – એન – 2559 નંબરનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેનું બંધ ક્ધટેનર ચેક કરતા અંદરથી દારૂની 13908 બોટલ મળી આવી હતી. ટ્રક ચાલક હરજી રામ, નાંગારામ જાટ (રહે. સિંધારી, રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો પંજાબથી ભરાયો હતો. જે પછી ટ્રક રાજસ્થાન લવાયો હતો. જ્યાંથી ચાલક બદલાયો હતો. જે પછી હાલ પકડાયેલ ચાલજે રાજકોટ પહોંચી કોઈને ફોન કરવાનો હતો જે શખ્સ અહીં રાજકોટથી ટ્રકનો હવાલો લઈ બૂટલેગરના અડ્ડા સુધી પહોંચાડવાનો હતો.