રાજ્યભરના વિજેતા સ્પર્ધકોને મેડલથી સન્માનિત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
ખેલ મહાકુંભ 3.0 અંર્તગત રાજ્યકક્ષા વેઇટલિફ્ટિંગ સ્પર્ધા જૂનાગઢ ખાતે યોજાયેલ જેમાં રાજ્યભરના ભાઈઓ-બહેનો એ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ખ્યાત નામ યાશીર શેખ સુરતના અને ઇન્ડિયા ટીમ માટે પસંદગી થયેલા વિદ્યા શર્મા સહિત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સામિયા પંચાલ તથા જયદીપસિંહજી બારિયા એવોર્ડ સારથી ભંડારી સહિતના આ સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા.
ગુજરાત વેઇટ લિફ્ટિંગ એસોસિયેશનના પ્રમુખ મયુરભાઈ પટેલે જૂનાગઢમાં વેઇટ લિફ્ટિંગ રમત માટે ખૂબ સારા ખેલાડીઓ મળી રહે તેવી સંભાવના દર્શાવી હતી. જ્યારે નજીકના ભવિષ્યમાં વેઇટલિફ્ટિંગને પણ ડી.એલ.એસ.એસ. તરીકે સ્થાપિત કરવાની આશા વ્યક્ત કરતા ડાયરેક્ટર ડી.એલ.એસ.એસ. મનીષકુમાર જીલડીયાએ જૂનાગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વેઇટલિફ્ટિંગ, એથ્લેટીક્સ, કબડ્ડી, લોન ટેનિસ, કુસ્તી જેવી રમતોની તાલીમ જૂનાગઢના ખેલાડીઓ માટે શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાય છે તેમ જણાવ્યું હતું.
આ તકે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે ખેલ મહાકુંભના માધ્યમથી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. હાર જીતને અવગણી મેદાની રમતોમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કરતા રમેશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્રોના પ્રણેતા તરીકે મુખ્ય મંત્રીઅને રમતગમત મંત્રીનો આભાર માનતા ખેલ મહાકુંભના માધ્યમથી સિનિયર સિટીઝનને પણ વિદેશની ધરતીમાં રમવાની તકો ઉપલબ્ધ કરવા બદલ દેશના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા સરદાર પટેલ રમત સંકુલ, ઝફર મેદાનના નવ નિર્માણની નેમ સાથે નજીકના સમયમાં જૂનાગઢને આધુનિક રમત સંકુલને ભેટ આપવા કટિબદ્ધતા દર્શાવી જૂનાગઢના તમામ વેઇટલિફ્ટરોને શુભેચ્છાઓ પાઠવી વિજેતાઓને મેડલ થી સન્માનિત કર્યા હતા.