વિજેતાઓને 2.5 લાખથી પણ વધુના ઈનામો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન ચેપ્ટર અને વી.વી.પી. એન્જીનીયરીંગના સંયુકત ઉપક્રમે વી.વી.પી.માં રાજયસ્તરનો ટેકફેસ્ટ શૌર્ય-ર0રપની ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં 3,ર00થી પણ વધુ એન્ટ્રી આવી હતી. ખાસ કરીને તકનીકી સ્પર્ધાઓએ ખૂબ મોટું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી આ ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, તકનીકી શ્રેષ્ઠતાની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નું વહન કરવું એ વી.વી.પી.ની પરંપરા રહી છે, કેમ કે, સમાજના દરેક સ્તરના એન્જીનીયરોની કાબેલિયત વધે તે માટેના તકનીક મેળાવડાઓ યોજવા અને તેમાં પણ 3,ર00થી વધુ વિદ્યાર્થીઓની રાજયભરમાંથી એન્ટ્રી થવી એ વી.વી.પી. માટે ગૌરવની વાત છે.
- Advertisement -
ભારતમાં ચાલી રહેલ “આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફોર ઓલ” થીમ હેઠળ પણ એઆઈ નેકસ્ટ અને સ્કવીડ એ આઈ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં મિકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમિકલ, આઈ.ટી., કોમ્પ્યુટર, ઈ.સી., સિવિલ અને બાયોટેકનોલોજી એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓમાં જે સ્પર્ધાઓએ આકર્ષણ જમાવ્યું હતું. તે સ્પર્ધામાં એલઈડી રેસ, રોબો રેસ, રોબો સોકર, એર બોલ, કેમ ઓ વર્ડસ, કોડ રીલે, વિઝન વેન્ચર, આરડુઈનો શો ડાઉન, કોડ જીત્સ, ટિક-ટેક-ટો, ગ્લાઇડ ટુ ગ્લોરી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં તમામ સ્પર્ધાઓના અંતે વિજેતાઓ જાહેર કરાયા હતા અને તેમને ર.પ લાખથી પણ વધુના ઈનામો અપાયા હતાં. સમગ્ર ટેકફેસ્ટને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર પ્રો. શિલ્પાબેન કાથડ તેમજ કો-ક્ધવીનર પ્રો. હાર્દિકભાઇ ખુંટ, પ્રો. અમિતભાઇ પાઠક ,ડો. મૌલિકભાઈ ધામેચા, પ્રો. દર્શનભાઇ ઉપાધ્યાય, પ્રો. ઉર્મીબેન કણસાગરા, પ્રો. કાજલબેન પલાણ, પ્રો. જયદીપભાઈ ભંડેરી, પ્રો. પ્રતિકભાઈ કોરડીયા, ડો. પંકજભાઈ સોલંકી, પ્રો. વીરા ભાલોડીયા, પ્રો. હાર્દિકભાઇ પંડયા, પ્રો. રવિનભાઈ સરધારા, પ્રો. વિધિબેન રાજાણી, પ્રો. હેત્વીબેન કોટક, પ્રો. કિરીટભાઈ કાલરીયા, પ્રો. શેરોનબેન ક્રિસ્ટી, જીજ્ઞેશભાઈ કોઠારી તેમજ સમગ્ર કર્મચારી અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઇ મણીઆર તથા ડો. નવીનભાઈ શેઠે અભિનંદન પાઠવ્યા છે.