30-30 વર્ષના શાસન બાદ પણ સુરેન્દ્રનગરની હાલત બદથી બદતર: ઇસુદાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ હવે ગુજરાતના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાય તેવી શકયતા નજરે પડે છે વર્ષોથી બે પક્ષ સિવાય ત્રીજા પક્ષને લોકો સ્વીકારતા નથી તે વાત હવે અહીં ખોટી સાબિત થઈ છે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીની જીત બાદ ડબલ સ્પિડથી દોડતી આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે રેલીનું આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી દ્વારા રેલી દરમિયાન સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ પર ખાડારાજ બાબતે 30 વર્ષ ભાજપ અને 30 વર્ષ કોંગ્રેસના શાસનમાં પણ સુરેન્દ્રનગર શહેરની દયનીય હાલત બાબતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
- Advertisement -
આ સાથે આગામી પાંચ વર્ષ આમ આદમી પાર્ટીને મોકો આપવા માટે જણાવી પેરિસના લોકો સુરેન્દ્રનગર જિલ્લાને નિહાળવા આવે તેવી કાયાપલટ કરવા માટે જણાવ્યું હતું આ સાથે પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતનાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ગરબે ઘૂમ્યા હતા.