રાજકોટના રાજા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ પ્રથમ ફેઇઝ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને રૂ.187 કરોડની ફાળવણી મંજુર કરાઇ હોવાનું મેયર ડો.પ્રદીપભાઇ ડવ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત પ્રોજેક્ટના ટેન્ડર દિવાળી પહેલા પ્રસિદ્ધ થઇ જશે. મેયર ડો.પ્રદીપભાઇ ડવના ડ્રિમ પ્રોજેકટ માટે રૂ.187 કરોડની ફાળવણી મંજુર કરવા સાથે તે પેટેના રૂ.49 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કર્યો છે. આ તકે મેયરએ જણાવ્યું હતું કે તેઓ માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે અને તેઓ આજે રામનાથ મંદિરે દર્શને જશે.
રામનાથ મહાદેવ મંદિર-આજી રિવર ફ્રન્ટ માટે રૂ.187 કરોડ ફાળવતી રાજ્ય સરકાર: દિવાળી પહેલા ટેન્ડર
Follow US
Find US on Social Medias