ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય જીતુ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડાના પ્રયત્નથી અને રાજય સરકારનું ધ્યાન દોરતા રાજય સરકાર દ્વારા ગવરીદડ ગામે નવું પેટા આરોગ્ય કેન્દ્ર (જી+1) કમ્પાઉન્ડ વોલ સાથે મંજૂર કરવામાં આવ્યું છે. જેના કમ્પાઉન્ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડા, રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભરત ડાભી, રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ કેયૂર ઢોલરિયા, વિજયભાઈ, ગવરીદડ સરપંચ બીનાબેન અજાણી, પૂર્વ સરપંચ વિપુલ બસિયા, મહામંત્રી અજય મકવાણા, ઉપ સરપંચ ભરત સોરઠીયા, જીતુ વેકરીયા, તલાટી મંત્રી અનિલ ડાંગર, રતનપર પૂર્વ સરપંચ કિશોરસિંહ ઝાલા, મહેશ સોરઠીયા, જે.ડી. કમાણી, જાદવ ગજેરા, કિશોર તલપરા, પંકજ પરમાર, હરેશ અજાણી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગવરીદડ ખાતે આરોગ્ય કેન્દ્ર મંજુર કરતી રાજ્ય સરકાર



