બાળાઓને મોળાકત અને જયાપાર્વતી વ્રતની શુભેચ્છા પાઠવતા અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, કીરણબેન માકડીયા,કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ
અષાઢ મહીનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે. ત્યારે ‘જવારા’એ માતા પાર્વતીનું પ્રતીક છે.
શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે તા.૨૦/૭/૨૧ના રોજ પોતાના કાર્યકાળના ૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેર ભાજપ મહીલા મોરચા ધ્વારા તમામ વોર્ડમાં બાળાઓને જવેરા વિતરણ ની કાર્યક્રમ યોજાયો હતો.આ તકે તેઓએ તેઓએ બાળાઓને મોળાકત અને જયાપાર્વતીની શુભેચ્છા પાઠવતા જ્ઞાવેલ કે વૈદિક કાળથી વ્રતોની પરંપરા શરૂ થઈ છે ત્યારે અષાઢ સુદ એકાદીર્થી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયાપાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે.આ બંને વ્રતમાં હરિયાળીને અનુરૂપ ‘જવારા’ નું પૂજન કરવામાં આવે છે.
- Advertisement -
પકાવેલા રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય અક્ષત વાવીને જવારા ઉગાડાય છે.અષાઢ મહીનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે. ત્યારે ‘જવારા’ એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પુન્નીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલા’ બનાવવામાં આવે છે. ‘નાગલા’ એ શિવનું પ્રતીક છે. વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતા શૃંગાર કરીને વાવેલા ‘જવારા’ અને ‘નાગલા’ ધ્વારા એક થાળીમાં લઈને સમૂહમાં શિવમંદીરે જાય છે. અક્ષત—કંકુ ધ્વારા ષોડશોપચારે પુજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્તિ થાય તે માટે શ્રધ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે.
ત્યારે આજથી શરૂ થતા મોળાકત અને જયાપાર્વતી વ્રતની સર્વે બાળાઓને શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહીતનાઓએ શુભેચ્છા પાઠવેલ હતી. અને શહેર ભાજપ મહીલા મોરચા ધ્વારા તમામ વોર્ડમાં બાળાઓને ‘જવારા’ વિતરણ નો કાર્યક્રમ યોજાયેલ હતો.