ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે તા.૨૦/૭/૨૧ના રોજ પોતાના કાર્યકાળના ૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસીહ ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીના પોતાના બહોળા રાજનૈતિક અનુભવથી ગુજરાત ભાજપનું સંગઠન મજબુત બન્યું છે.
ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા ‘સબ સમાજકો લીયે સાથમે આગે હી બઢતે જાના’ ના મંત્ર સાથે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે કાર્યકર્તાઓ ‘સેવા હી સંગઠન’ના મંત્ર સાથે કામ કરી રહયા છે. ત્યારે ભાજપના લાખો કાર્યકર્તાઓના પરીશ્રમ, ત્યાગ અને સમર્પણથી ગુજરાતના છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. ત્યારે સી.આર. પાટીલજી સંપુર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી ગુજરાત ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે પ્રયત્નશીલ રહયા છે. સી.આર.પાટીલજીના નેતૃત્વમાં ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબુત બન્યુ છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલજીને ૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેર ભાજપ ધ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસીહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુભાઈ મહેતા સહીતના સાથે તમામ વોર્ડમાં વોર્ડ પ્રભારી, પ્રમુખ– મહામંત્રી અને કોર્પોરેટરો, વિવિધ મોરચા, શિક્ષણ સમિતિના આગેવાનો સહીતના ઉપસ્થિત રહયા હતા.
આ તકે વોર્ડ નં.૧માં કુમાર છાત્રાલય, ચુનાના ભઠ્ઠા પાસે, વોર્ડ નં.૨માં ફળેશ્વર મહાદેવ મંદીર, પુનીતનગર બજરંગવાડી શેરી નં.૨, વોર્ડનં.૩માં શાળા નં.૪૦, સીઘી કોલોની શાકમારકેટ પાસે, વોર્ડ નં.૪ માં વેલનાથ આંગણવાડી ખાતે, વોર્ડ નં.૫ માં સર્વેશ્વર વિધામંદીર, ૪૦ ફુટ મેઈન રોડ, નવાગામ ખાતે, વોર્ડ નં. ૬માં માંડા ડુંગર આરોગ્ય કેન્દ્ર પાસે, વોર્ડ નં.૭ માં રામનાથપરા ખાતે, વોર્ડ નં.૮માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીનમાર્ગ ખાતે, વોર્ડ નં.૯ માં રોઝરી સ્કુલ ની બાજુમાં ગાર્ડન, વોર્ડ નં.૧૦માં સત્યસાઈ હોસ્પિટલ રોડ ખાતે, વોર્ડ નં.૧૧ માં પંચશીલ એપાર્ટમેન્ટ, ઓમનગરના છેડે, વોર્ડ નં.૧૨ માં પ્રમુખનગર કોમન પ્લોટ ખાતે, વોર્ડ નં.૧૩માં કૃષ્ણનગરનો બગીચો, સ્વામીનારાયણ ચોક પાસે, વોર્ડ નં.૧૪માં ભકિતનગર સોસાયટી બગીચા ખાતે, વોર્ડ નં.૧૫ માં અમુલ સર્કલ, ભરતનગરવાળો રોડ, વોર્ડ નં.૧૬ માં મહેશ્વરી સોસાયટી ખાતે, વોર્ડ નં.૧૭માં રાજલક્ષ્મી સોસાયટીનો વંડો, સોમનાથ વિધાલય પાસે, વોર્ડ નં.૧૮માં બીલેશ્વર મહાદેવ મંદીર, ખોડલાધામ રેસીડન્સી પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો