-એક દાયકાથી ટોચ પર રહેલી રિલાયન્સ કરતા સ્ટેટ બેંકનો નફો વધી ગયો
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની અને એક દાયકાથી સૌથી વધુ નફો-કમાણી કરતી કંપનીનું સ્થાન ધરાવતી રીલાયન્સને હવે નફાની દ્રષ્ટિએ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પાછળ રાખી દીધી છે. એપ્રિલથી જુનના નફાના આધારે વાર્ષિક ગણતરીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો નેટ નફો 66860 કરોડ થયો છે જો રીલાયન્સના 64758 કરોડ કરતા વધુ છે. સ્ટેટ બેંકનો ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ ત્રણ માસનો નફો 18537 કરોડ છે
- Advertisement -
જે રીલાયન્સના 16011 કરોડ કરતા વધુ છે.છેલ્લા બે દાયકામાં માત્ર બીજી વખત એવુ બન્યુ છે કે નફાની દ્રષ્ટિએ સ્ટેટ બેંક રીલાયન્સ કરતા આગળ નીકળી ગઈ છે આ પૂર્વે 2011-12 ના જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં સ્ટેટ બેંકનો નફો 18810 કરોડ તથા રીલાયન્સનો 18588 કરોડ હતો. સામાન્ય રીતે નફાકારકતાની દ્રષ્ટ્રિએ રીલાયન્સની સીધી સ્પર્ધા ઓએનજીસી, ઈન્ડીયન ઓઈલ જેવી પેટ્રોલીયમ કંપનીઓ સાથે નફાની દ્રષ્ટિએ રીલાયન્સથી આગળ નીકળી ગઈ હતી.
2012 સુધી ઓએનજીસી આગળ હતી. એકાદ દાયકા સુધી નફાની દ્રષ્ટ્રિએ નંબર-વન રીલાયન્સમાં નફામાં પેટ્રોકેમ માર્જીનમાં દબાણને કારણે ઘટાડો થયો છે. રશીયા-યુક્રેન યુદ્ધની અસર થઈ છે. આ કારણોસર પ્રથમ ત્રિમાસીક ગાળાનો નફો વાર્ષિક ધોરણે 10.6 ટકા ઘટીને 16011 કરોડ રહ્યો હતો છેલ્લા પોણા ત્રણ વર્ષનો આ સૌથી ખરાબ આંકડો છે. બીજી તરફ સ્ટેટ બેંકને ધિરાણ વૃધ્ધિ તથા ઉંચા વ્યાજદરનો લાભ મળ્યો છે. વાર્ષિક ધોરણે ત્રિમાસીક ગાળાનો નફો 153.1 ટકા વધ્યો હતો.