આજથી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની શરૂઆત થઈ છે. ખેડૂતો 7 દિવસ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ માટે અરજી કરી શકશે. અરજીમાં ખેડૂતોએ 7/12, 8અ ઉતારા, બેંકપાસ બુક, આધારકાર્ડ પુરાવા તરીકે આપવા રહેશે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આજથી એટલે કે 18મી જૂનથી સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ કરી શકાશે.
- Advertisement -
ખેડૂતે માટે વિકસાવ્યું છે આઈ-ખેડૂત પોર્ટલ
માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય સરકારનાં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ખેડૂતો સરળતાથી અને ઘરે બેઠા જ લાભ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી માટે ખેડૂતોએ 7/12, 8અ ઉતારા, બેંકપાસ બુક, આધારકાર્ડ પુરાવા તરીકે આપવા પડશે.
આઈ-ખેડૂત પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે
- Advertisement -
યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી
અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
હવામાનની વિગતો
ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
ખેતીની જમીન ખાતાની વિગતો
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો મેળવવા માટે ઓનલાઈન પોર્ટલની અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
આ પછી વિવિધ યોજનાઓનું લિસ્ટ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો.
એમાંથી જે સહાય યોજના માટે અરજી કરવાની હોય તે યોજના પસંદ કરો. તેની સામે આપેલા અરજી બટન પર ક્લિક કરો.
જો આઇ ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો લોગઇન કરો, નહીં તો પહેલા રજીસ્ટ્રેશન કરાવો.
રજીસ્ટ્રેશન ફોર્મમાં અરજદારની વિગતો, જમીનની વિગતો તેમજ અન્ય માહિતી ભરવાની રહેશે.
છેલ્લે અરજી ફોર્મને સબમિટ કરીને અરજી નંબર સેવ કરી રાખવાનો રહેશે.
તેની પ્રિન્ટઆઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહેશે. અરજી કર્યા પછી ખેડૂતો તેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકશે.




