આજે સેન્સેકસની 30 માંથી 19 કંપનીઓના શેરના ભાવમાં વધારો અને 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે
આજે સેન્સેકસની 30 માંથી 19 કંપનીઓના શેરના ભાવમાં વધારો અને 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.ભારતીય શેરબજાર આજે સપ્તાહના ત્રીજા દિવસે તેજી સાથે શરુઆત થયા બાદ ફ્લેટ થયું હતું. જેમાં આજે સેન્સેક્સ 138.11 પોઈન્ટ ના વધારા સાથે 80,295.99 પોઈન્ટ પર ખુલ્યો. નિફ્ટી આજે 36.90 પોઈન્ટના વધારા સાથે 24,616.50 પોઈન્ટ પર ખુલ્યો છે. જોકે, શેરબજારમાં થોડા સમય બાદ સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો થતા ફ્લેટ થયુ હતું. આજે સેન્સેકસની 30 માંથી 19 કંપનીઓના શેરના ભાવમાં વધારો અને 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેરના ભાવમાં વધારો અને 21 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
- Advertisement -
એશિયન બજારમાં મિશ્ર કારોબાર
આ ઉપરાંત એશિયન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. જેમાં જાપાનનો નિક્કી 225 0.99 ઘટ્યો, જ્યારે હેંગસેંગ ઇન્ડેક્સ 0. 43 ટકા ઘટ્યો છે. દક્ષિણ કોરિયામાં, કોસ્પી 0.21 ટકા વધ્યો છે.
યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા
યુએસ શેરબજાર મંગળવારે ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.32 ટકા ઘટીને 45,151.75 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 0.69 ટકા ઘટીને 6,415.54 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 0.82 ટકાના ઘટાડા સાથે 21,279.63 પર બંધ થયો હતો.