ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત યૂથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં યુવા પરિવર્તન યાત્રાનો શુભારંભ થયો છે. બીજા ચરણની સોમનાથથી સુઈ ગામ સુધીની યાત્રાનો સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભ કરાયો હતો. ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાયેલી આ યુવા પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.આ તકે ગુજરાત યૂથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહએ મીડિયા સાથેની વાત માં જણાવ્યું હતું કે, કોંગ્રેસના હાઇકમાન્ડ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ વચનો સરકાર બનતાની સાથે જ પૂર્ણ કરાશે.ભાજપ દ્વારા યુવાનો નું શોષણ કરાયું છે. સોમનાથ ખાતે પૂજા અર્ચના બાદ સરદાર પટેલ અને હમીરજી ગોહિલને પુષ્પાંજલિ કરી યાત્રા પ્રસ્થાન થઈ હતી.
સોમનાથથી સુઈ ગામ સુધી યુથ કૉંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ
