રાજકોટ કલેક્ટર ડો.ઓમ પ્રકાશની SIR મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
SIR અંતર્ગત બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણવાર મુલાકાત લેશે: અંતિમ મતદારયાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મતદારોના વેરિફિકેશન માટે SIRની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં ગુજરાતના 5 કરોડથી પણ વધુ મતદારોને ઘરે જઈને BLO, એટલે કે બૂથ લેવલ ઓફિસર ફોર્મની વહેંચણી કરશે અને મતદારયાદી અપડેટ કરવા માટે કેટલીક વિગતો માગશે. રાજકોટ જિલ્લામાં 8 વિધાનસભામાં આ પ્રક્રિયા ચાલશે. 23.51 લાખ મતદારોને એસઆઈઆરના ફોર્મ અપાશે જે ભરીને બીએલઓને આપવાના રહેશે. કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલા અથવા જરૂરિયાત અનુસાર મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે તેમજ રાજકીય પક્ષોએ મતદાર યાદીની ગુણવત્તા સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. ઉ5રાંત 1951થી 2004 સુધીમાં 8 વાર જઈંછ પ્રક્રિયા કરવામાં આવી છે. છેલ્લી SIRપ્રક્રિયા 21 વર્ષ પહેલા વર્ષ 2002-2004માં કરવામાં આવી હતી.
વારંવાર સ્થળાંતર, એક કરતાં વધુ સ્થળોએ મતદારોની નોંધણી થવાના લીધે, મૃત મતદારો યાદીમાંથી દૂર ન થવાના લીધે તથા કોઈપણ વિદેશીનો ખોટી રીતે સમાવેશ ન થાય તે માટે મતદાર યાદીમાંઘણા ફેરફાર થયા છે. દરેક વિધાનસભા મતવિસ્તાર માટે એક મતદાર નોંધણી અધિકારી (ERO) છે કે જેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM) કક્ષાના અધિકારી છે, જે કાયદા અનુસાર ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરે છે, દાવાઓ અને વાંધાઓ મેળવે છે અને તેના પર નિર્ણય લે છે, અંતિમ મતદાર યાદી તૈયાર કરીને પ્રકાશિત કરવી જેવા કાર્યો કરે છે. ના નિર્ણય સામેની પ્રથમ અપીલની સુનાવણી જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે. તેવી જ રીતે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સીઈઓ ડીએમના નિર્ણય સામેની બીજી અપીલની સુનાવણી કરે છે.
SIR માટે નીચે મુજબના પુરાવા માન્ય રહેશે
કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા ઙજઞના કોઈપણ નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલા ઓળખકાર્ડ અથવા પેન્શન ચુકવણી ઓર્ડર
1 જુલાઈ, 1987 પહેલા સરકાર/સ્થાનિક સત્તા/ બેન્ક/ પોસ્ટ ઓફિસ/ LIC/ PSU દ્વારા જારી કરાયેલા ઓળખકાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જન્મ પ્રમાણપત્ર
પાસપોર્ટ
માન્યતાપ્રાપ્ત બોર્ડ/ યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલા મેટ્રિક્યુલેશન/ શૈક્ષણિક પ્રમાણપત્ર
રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
વન અધિકાર પ્રમાણપત્ર
OBC/SC/ST અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જાતિ પ્રમાણપત્ર
રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર
રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર
સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
આધાર માટે તારીખ 9.9.2025ના પત્ર નંબર 23/2025-ERS/VOL 2 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશ લાગુ પડશે



