- ગુલમર્ગમાં 6- ગુરેજમાં 12 ઈંચ હિમવર્ષા: કાતિલ ઠંડી શરૂ
ભારતમાં શિયાળાએ દસ્તક દઈ જ દીધી છે અને આવતા દિવસોમાં ઠંડી વધવાના સંકેત હોય તેમ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં મૌસમે કરવટ બદલી છે. પહાડી રાજયોમાં અનેક સ્થળોએ સીઝનની પ્રથમ ભારે હિમવર્ષા થઈ હતી. કાશ્મીરના કુપવાડા તથા બારામુલ્લા જીલ્લા ઉપરાંત બડગામ સહિતના ભાગોમાં હિમપાત થયા હતા.
Himachal Pradesh receives fresh round of snowfall: IMD
- Advertisement -
Read @ANI Story | https://t.co/2Q038wmAHD#HimachalPradesh #snowfall #Tourism pic.twitter.com/jB4lqyxwXd
— ANI Digital (@ani_digital) November 14, 2022
- Advertisement -
ગુલમર્ગમાં 6 ઈંચ તથા ગુરેજ અને માછીલમાં 12-12 ઈંચ હિમ વરસ્યો હતો. અટલ ટનલમાંથી ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ઉતરાખંડના બદરીનાથધામમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. હિમાચલપ્રદેશના સિમલાના નારકંડા તથા મનાલીમાં શિયાળાની પ્રથમ હિમવર્ષા સાથે કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે.