વડાપ્રધાનની વિડીયો કોન્ફરન્સમાં બાદ રાજ્ય સરકાર એકશનમાં
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત સહિત દેશભરમાં તારીખ 10 એપ્રિલથી પ્રાઇવેટ કોવિડ વેકસીનેશન સેન્ટર પર 18 થી 59 વર્ષની વયના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શ થઈ છે. અત્યાર સુધી આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હતી અને મર્યાદિત સંખ્યામાં પ્રાઇવેટ વેકસીનેશન સેન્ટર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ રાયોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કર્યા બાદ ગુજરાત સરકાર એકાએક એકશન મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર પાઠવીને કોવિડ અંતર્ગત 18 થી 59 વર્ષની વયના લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ સરળતાથી મળી રહે તે માટે દરેક તાલુકા કક્ષાએ ઓછામાં ઓછું એક પ્રાઇવેટ વેકસીનેશન સેન્ટર શ થાય તેવી સૂચના આપી છે.
પ્રાઇવેટ હોસ્પિટલ અને કિલનિકને વેકસીનેશન સેન્ટર અંગે મંજૂરી આપવાની સત્તા જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મહાનગરપાલિકા કક્ષાએ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ નવા વેકશીન સેન્ટર શ કરવા જણાવ્યું છે.
ખાનગી હોસ્પિટલો અને કિલનિકને રસીનો જથ્થો કોવીડ પોર્ટલના માધ્યમથી વેકિસન ઉત્પાદકો પાસેથી ખરીદવાનો થાય છે.જેથી જે તે જિલ્લામાં કોવીશિલડ અને કોવેકસીન પર્યા જથ્થામાં ઉપલબ્ધ હોય એ પણ જોવાનું રહેશે. ખાનગી ક્ષેત્રે અગાઉ જેમને વેકિસન સેન્ટર માટે કામગીરી કરી હોય એવી હોસ્પિટલના સંચાલકો,, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન વગેરે સાથે આ સંદર્ભે તાત્કાલિક મિટિંગનું આયોજન કરીને વ્યવસ્થા શ કરવા માટે પણ સરકારે જણાવ્યું છે.


