ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાનાર બેઠકમાં કુલ 53 જેટલી દરખાસ્તોને બહાલી અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં યોજાનાર છે. જેમાં અલગ અલગ 53 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આવતીકાલે યોજાનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદી જુદી 53 દરખાસ્તો પૈકી ધી જી.પી.એમ.સી. એકટ 1949ની કલમ 289 અન્વયે ફાયરબ્રિગેડની અઠવાડીક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા બાબત, વોર્ડ નં. 18 (કોઠારીયા) ખાતે ડ્રેનેજ પ્રોજેકટ શાખા હસ્તકના 15 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને હનુમાન મંદિર પાસેના પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સના કામ અંગે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા બગીચાઓ અને સિનિયર સિટીઝન પાર્કમાં બાલ ક્રીડાંગણ તથા ફિઝિકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાના કામ અંગે, શહેરના વોર્ડ નં. 8, 10માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ (ન્યારી) ઝોન હસ્તકના મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશનની મશીનરીના ઓપરેશન તથા પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ કામગીરીનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા અંગે, શહેરના વોર્ડ નં. 5માં આવેલા આર્યનગર વિસ્તારના રસ્તાઓ પર પેવર કાર્પેટ કરવાના કામ અંગે, શહેરના વોર્ડ નં. 18માં ટી.પી. સ્કીમ નં. 12 (કોઠારીયા) ફા. પ્લોટ નં. 39-એના પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવા માટે કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેટ, ફરખડી અને સ્ટોર રૂમ બનાવવાના કામ અંગે, શહેરના વોર્ડ નં. 11માં ટી.પી. સ્કીમ નં. 10, ફા.પ્લોટ નં. 73(બી)માં પાર્ટી પ્લોટ બનાવવાના કામ અંગે, શહેરના વોર્ડ નં. 3માં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર તથા વેક્સિન સેન્ટર બનાવવાના કામ અંગે, શહેરના વોર્ડનં. 18માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન હસ્તકની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાના તથા ફાયર એન.ઓ.સી. મેળવવાના કામ અંગે, બાંધકામ શાખાના એડી. આસિ. એન્જિ. (સિવિલ) સંજયકુમાર ભાનુશંકર જોષીને પિત્તાશયની બીમારી સબબ કરાવેલ લેપ્રોસ્કોપીક સર્જરીના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે તબીબી આર્થિક સહાય મંજૂર કરવા અંગે મ્યુનિ. કમિ.નો પત્ર નં. 425 તા. 24-1-2025 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત, શહેરના વોર્ડ નં. 9માં મુંજકા આર્ષ વિદ્યા મંદિર પાસે હાઈલેવલ બ્રિજ તથા મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોક્સ ક્લ્વર્ટ બનાવવાના કામ અંગે મ્યુનિસિપલ કમિશનરના પત્ર નં. 426 તા. 24-1-2025 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત, શહેરના વોર્ડ નં. 9માં નવા 150 ફૂટ રીંગ રોડ પરના ત્રણ બ્રિજને વાઈડનીંગ કરવાના કામ અંગે મ્યુનિસિપલ કમિશનરના પત્ર નં. 427 તા. 24-1-2025 લક્ષમાં લઈ નિર્ણય લેવા અંગે, તા. 27-10-24થી તા. 31-10-24 દરમિયાન યોજાયેલ રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ 2024 ઉજવણી અન્વયે રંગોળી સ્પર્ધા કાર્યક્રમનું ખર્ચ મંજૂર કરવા અંગે, જન્માષ્ટમી પર્વ 2024 ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો અન્વયેનું ખર્ચ મંજૂર કરવા અંગે અને કોર્પોરેશન ડે ઉજવણી નિમિત્તે તા. 19-11-2024ના રોજ યોજાયેલા સંગીત સંધ્યા કાર્યક્રમનું ચૂકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચૂકવવાનું બાકી ખર્ચ મંજૂર કરવા સહિતની 53 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે.