રૂા. 1.91ના ખર્ચે વિકાસના કામો થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ યોજાઈ હતી. જેમાં વોર્ડ નં. 2, 4, 6, 9 અને 13ના વિસ્તારોમાં પેવિંગ કામ અને મેટલિંગ કામ સહિતની 18 દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે બહાલી આપી છે. કુલ રૂા. 1,91,74,151ના ખર્ચે શહેરમાં વિકાસના કામો કરવામાં આવનાર છે. આ અંગે વધુમાં માહિતી આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવામાં આવશે. વોર્ડ નં. 9ની વિશ્ર્વકર્મા સોસાયટી, વિતરાગ સોસાયટી, નેમિનાથ સોસાયટી, દિપક સોસાયટી, ચંદનપાર્ક, બોમ્બે હાઉસીંગ સોસાયટી અને અર્ચના પાર્કમાં પેવિંગ બ્લોક માટે તમામ એજન્સીઓ એકસરખા ડાઉન પેમેન્ટથી કામ કરશે જેનાથી કોર્પોરેશનને ફાયદો પણ થવા પામ્યો છે. વોર્ડ નં. 13માં ગીતાનગર તથા ખોડીયારનગરમાં ડિમોલીશન કરેલી ટી.પી. રસ્તાઓમાં મેટલિંગ કરવા માટે રૂા. 16,73,387 આમ વોર્ડ નં. 2, 4, 6, 9માં પેવિંગ બ્લોક નાખવા માટે ટોટલ રૂા. 1,58,25, 983નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સાથે તમામ એજન્સી 13 ટકા ઓછા ભાવે વોર્ડ નં. 9માં કામ કરવા રાજી થઈ છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ટોટલ 18 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. આમ હવે રાજકોટના વિકાસના કામો માટે રૂા. 1,91,74,151ના ખર્ચે વિકાસ કામોને લીલીઝંડી આપી છે.
- Advertisement -
ક્યા કામ માટે કેટલો ખર્ચ મંજૂર કરાયો?
વોર્ડ નં. 2, 6, 4, અને 9માં પેવિંગ બ્લોક માટે ટોટલ રૂા. 1,58,25,983, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (મેલેથીયોન ખરીદી) રૂા. 7,20,000, ક્રિકેટ ટુર્નામેન્ટ ખર્ચ રૂા. 2,41,164, સેવાસેતુ કાર્યક્રમ ખર્ચ રૂા. 94,780, રસ્તા કામ રૂા. 16,73,387 અને આર્થિક તબીબી સહાય માટે રૂા. 6,18,837 આમ કુલ ખર્ચ રૂા. 1,91,74,151.



