શહેરીજનોની સુખાકારીમાં વધુ એક વધારો કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત માસ દરમિયાન બજેટમાં જાહેર થયેલ યોજનાના સમયબદ્ધ અમલીકરણ બાબતે લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી વિસ્તૃત માહિતી મેળવવામાં આવી, જેના અનુસંધાને દરેક વોર્ડ ઓફીસ ખાતે આધાર કેન્દ્ર સેવા સત્વરે બનાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી. શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની દિશામાં પહેલ કરતાં શહેરીજનોને લાંબી કતારમાંથી મુક્તિ મળે, પોતાના ઘરથી નજીકના સ્થળે પોતે આધાર નોંધણી કરાવી શકે, સમયની બચત થાય અને હાલાકી ઓછી થાય તેવા શુભ આશયથી તેમજ રાજકોટ શહેરની વધતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઈ લોકોની સુવિધા માટે વોર્ડવાઈઝ એક-એક આધાર નોંધણી કીટ ઉપલબ્ધ કરાવવાનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ વર્ષ 2025-26ના બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ચેરમેન, સ્ટે. કમિટી, મહાનગરપાલિકા દ્વારા તા. 11-2-2025ના રોજ નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્ર અંતર્ગત વોર્ડ વાઈઝ આધાર કેન્દ્રો અંગેની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
જેનું ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આજરોજ તા. 1-4-2025થી રાજકોટ શહેરના જે તે વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો નીચે દર્શાવ્યા મુજબની લાગુ પડતી નજીકની વોર્ડ ઓફીસ ખાતે આધાર નોંધણી કરાવી શકશે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની લગત શાખા દ્વારા રજૂ થયેલ માર્ગદર્શિકા- માહિતી જાહેર કરતા સ્ટે. ચેરમેન જણાવે છે કે જાહેર જનતા માટે વોર્ડ ઓફીસ ખાતેના આધાર નોંધણી કેન્દ્રોની કામગીરીનો સમય સવારે 10-30 કલાકથી બપોરના 4-00 કલાક સુધીનો રહેશે. (બપોરે 2-00 કલાકથી 2-30 કલાક સુધી રીસેસ રહેશે.) આધાર નોંધણી/ સુધારા માટે વહેલા તે પહેલાંના ધોરણે કામગીરી કરવામાં આવશે. વિશેષમાં અરજદારોના વધુ ધસારાને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે જે સર્વેને બંધનકર્તા રહેશે. પોતાના ઘરથી નજીકની વોર્ડ ઓફીસ ખાતે આધાર નોંધણી સેવાનો મહત્તમ ઉપયોગ કરવા માટે સ્ટે. કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે અપીલ કરેલ છે. વિશેષમાં તેઓ દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના સમયબદ્ધ અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કયા વોર્ડ ઓફિસ આધાર નોંધણી કરાવી શકાશે ?
રાજકોટના વોર્ડ નં. અને વોર્ડવાઈઝ આધાર કેન્દ્રના સ્થળનું સરનામું
- Advertisement -
1 વોર્ડ નં. 1ની વોર્ડ ઓફીસ, રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ
2 વોર્ડ નં. 2ની વોર્ડ ઓફીસ, ગીતગુર્જરી સોસાયટી મેઈન રોડ, રામેશ્ર્વર ચોક
3 વોર્ડ નં. 3(ક)ની વોર્ડ ઓફીસ, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ,
4 વોર્ડ નં. 4ની વોર્ડ ઓફીસ, દેવલોક રેસિડેન્સી સામે, જુનો મોરબી રોડ, રાજેશ ઓઈલ મિલ સામે
5 વોર્ડ નં. 5ની વોર્ડ ઓફીસ, અટલબિહાર બાજપાઈ ઓડિટોરિયમ પાસે, પેડક રોડ
6 વોર્ડ નં. 6ની વોર્ડ ઓફીસ, મયુરનગર શેરી નં. 2, રાજમોતી ઓઈલ મિલની પાછળના ભાગે
7 વોર્ડ નં. 7ની વોર્ડ ઓફીસ, જુના એસ્ટ્રોન સિનેમા પાસે, બગીચાની બાજુમાં
8 વોર્ડ નં. 8ની વોર્ડ ઓફીસ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, સોજીત્રાનગર,
રૈયા રોડ
9 વોર્ડ નં. 9ની વોર્ડ ઓફીસ, અભયભાઈ ભારદ્વાજ કોમ્યુ. હોલ સામે, સાધુ વાસવાણી રોડ
10 વોર્ડ નં. 10ની વોર્ડ ઓફીસ, રોયલ પાર્ક- 8 કોર્નર, કેકેવી સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ
11 વોર્ડ નં. 11ની વોર્ડ ઓફીસ, મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં, નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ
12 વોર્ડ નં. 12ની વોર્ડ ઓફીસ, મવડી ચોકડી પાસે, 150 ફૂટ રીંગ રોડ
13 કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર, વોર્ડ નં. 13ની વોર્ડ ઓફીસની બાજુમાં, ગુરુપ્રસાદ ચોક પાસે
14 વોર્ડ નં. 14ની વોર્ડ ઓફીસ, સ્વિમીંગ પુલની બાજુમાં, સિંદુરીયા ખાણ પાસે, કોઠારીયા રોડ
15 વોર્ડ નં. 15ની વોર્ડ ઓફીસ, મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ સામે, અમૂલ સર્કલ, 80 ફૂટ રોડ
16 વોર્ડ નં. 16ની વોર્ડ ઓફીસ, મેહુલનગર શેરી નંબર-6, કોઠારીયા રોડ
17 વોર્ડ નં. 17ની વોર્ડ ઓફીસ, ગોપાલ ટી સ્ટોલની બાજુમાં, કલ્યાણ હોલ સામે, સહકાર મેઈન રોડ
18 વોર્ડ નં. 18ની વોર્ડ ઓફીસ, ખોડલધામ રેસિડેન્સી-4ની સામે, સ્વાતિ પાર્ક
મેઈન રોડ.
તદુપરાંત હયાત ત્રણેય ઝોન ઓફિસ ખાતેના નીચે મુજબના આધાર કેન્દ્રો પૂર્વવત કાર્યરત રહેશે.
19 પૂર્વ ઝોન- ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, રાજમોતી ઓઈલ મિલની સામે, ભાવનગર રોડ
20 મધ્યસ્થ ઝોન- ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, બસ પોર્ટની બાજુમાં
21 પશ્ર્ચિમ ઝોન- હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, બીગ બજાર પાછળ, 150 ફૂટ રીંગ રોડ.
આધારકાર્ડની કઇ કામગીરી થઇ શકશે ?
નવું આધાર એનરોલમેન્ટ (માત્ર 0થી 17 વર્ષની વયના લોકો માટે)
નામમાં સુધારો
સરનામામાં સુધારો
જન્મ તારીખમાં સુધારો
જાતિ (પુરુષ-સ્ત્રી- અન્ય)માં સુધારો
બાયોમેટ્રિક(ફોટો+ફિંગરપ્રિન્ટ+આઈરીસ) અપડેટ
મોબાઈલ નંબર અપડેટ
ઈ-મેઈલ આઈડી અપડેટ
ડોક્યુમેન્ટ અપડેટ
બપોરે 4-00 કલાકથી સાંજના 5-00 કલાક સુધી આધાર નોંધણી કેન્દ્રો પર નીચે મુજબની કામગીરી કરવામાં આવશે
આધાર બાબતે નિયત થયેલ ડોક્યુમેન્ટસ અન્વયે અરજદારોને માહિતી આપવી
આધાર સ્ટેટસ ચેકિંગ
અન્ય ટેકનિકલ કામગીરી
નોંધ: 18 વર્ષથી વધુ વયના નાગરિકોના નવા આધારકાર્ડ કઢાવવા માટે લગત ઝોન ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.
હ હોમ એનરોલમેન્ટ માટે માત્ર મધ્યસ્થ ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.



