નિયમોના ધજાગરા, આગ લાગે તો જવાબર કોણ ?
સરકારી તંત્રની ચુપ્પી સામે ઉભા થયા સવાલ
જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આજથી પોલીસ કાર્યવાહી કરશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અનેક વેપારી, દુકાનદારો દારુખાના વેચાણ અર્થે પરવાનો મેળવવા જહેમત કરી પરવાનો મેળવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે જાણે સરકારી નિયમો લાગુ ન પડતાં હોય તેવો ઘાટ સર્જાયો છે પાટડી બજારમાં અનેક સ્થળે દારુખાના વેચાણના સ્ટોલ ખુલ્યા છે જેમાં નિયમોના લીરે લીરા ઉડતા નજરે પડે છે સરકારી જમીન પર પણ ગેરકાયદે દબાણ કરી દારુખાના વેચાણ કરતા હોવાનુ સામે આવ્યું છે આટલું જ નહીં પરવાનો અન્ય સ્થળે મેળવ્યો હોય અને સ્ટોલ મનફાવે ત્યાં લગાવી દેવામાં આવ્યા છે ફાયર સેફ્ટી પણ નિયમના ધજાગરા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે છતાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા અનેક સવાલો ઉભા થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂખાનાના વેચાણ માટે પરવાનો મેળવનાર લોકો માટે અનેક નિયમો બનાવ્યા છે અને તેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
- Advertisement -
જાહેરનામા જણાવાયું છે કે પરવાના વિના કોઈ પણ જ ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં આ ઉપરાંત જેને હંગામી લાયસન્સ લીધું હોય તેમને ફાયર સેફટી સહિતના નિયમોનું પાલન કરવું પડશે જેમાં ફાયર એક્ઝિબ્યુટર તથા રેતી ભરેલ ડોલની સુવિધા રાખવી પડશે આ ઉપરાંત પરવાનો મેળવનાર મંડપ બાંધી દુકાનની બહાર ફટાકડાનું વેચાણ નહીં કરી શકે તેમ પણ જણાવાયું છે જો નિયમ નુ પાલન નહીં કરવામાં આવે તો ભારતીય ન્યાય સહિતા હેઠળ પોલીસને કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ત્યારે 28 તારીખે જાહેરનામું શરૂ થતા પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું