ખાદ્યચીજોનું વેચાણ કરતાં 42 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા: શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાં લાડુ માટેની ગુંદી અને દાઝીયા ઘીનો વપરાશ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના અયોધ્યા ચોકમાં આવેલા ‘ટીફીન અંકલ કાફે’માં વાસી સંભાર, બ્રેડ અને સેન્ડવીચનો મસાલો મળી આવ્યો હતો, સાથે જ શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાં પણ આરોગ્ય વિભાગની ચકાસણી દરમિયાન લાડુ માટેની અખાદ્ય ગુંદી અને દાઝ્યુ ઘી વાસી મળી આવતા આ બંને પેઢીને આરોગ્ય વિભાગની ટીમે નોટીસ ફટકારી છે.
રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 150 ફીટ રીંગ રોડ, અયોધ્યા ચોક પાસે ‘ટીફીન અંકલ કાફે’ ધ સ્પાયર પેઢીની તપાસ કરતાં પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય સંભાર તથા બ્રેડ, સેન્ડવીચનો મસાલો વગેરે મળીને કુલ 15 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને ન્યુ સૂર્યોદય સોસાયટી-5, માધવ હોલ પાસે, કોઠારિયા રોડ ખાતે ‘શિવશક્તિ ગૃહ ઉદ્યોગ’ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ લાડુ માટેની ગુંદી તથા દાઝ્યુ થયેલ ઘી અખાદ્ય વાસી માલૂમ પડતાં કુલ મળીને 50 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને બંને પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઓમનગરથી પ્રજાપતિ મેઇન રોડ તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 42 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 16 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મધુવન ડેરી ફાર્મ, ખોડિયાર ફરસાણ, અનમોલ ચાઇનીઝ પંજાબી, જય ગોપનાથ ફરસાણ, જય જલારામ ખમણ, બાપા સીતારામ જનરલ સ્ટોર, ક્રિષ્ના પાણી પૂરી, ખુશી લાઈવ વેફર્સ, બિગ ફૂડ ઝોન, ઓમ સ્ટીમ ઢોકળા, જય અંબે લાઈવ વેફર્સ, હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર, મિતલ ડેરી ફાર્મ, સત્યમ પાન કોલ્ડ્રિંક્સ, લકઝરી કોલ્ડ્રિંક્સ, ગિરિરાજ દાળ પકવાન સહિતના આ તમામને લાયસન્સ મેળવવા બાબતે સૂચના તથા રવિ ખમણ, રામેશ્ર્વર ડેરી ફાર્મ, ગાંધી સોડા શોપ, જાનકી ડેરી ફાર્મ, મુરલીધર ફરસાણ, ચામુંડા ફરસાણ, ચામુંડા દુગ્ધાલય, ઓમ ફરસાણ, બાલાજી કેન્ડીબાર, પિંડાઝી પંજાબી મોલ, જિલ આઇસ્ક્રીમ, કાન્તિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, બર્ગર બાઇટ્સ, જુગાડી અડ્ડા, ડાયમંડ શીંગ, વિજય સ્વીટ માર્ટ, રાધેશ્યામ ડેરી ફાર્મ, ચિલ્ડ શેઇક, સાગર શરબતવાલા, સત સાહેબજી ખમણ, જલારામ સ્વીટ નમકીન, શિવશક્તિ દાળ પકવાન, મધુર પ્રોવિઝન સ્ટોર, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ અને અનામ ઘૂઘરાની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં આરોગ્ય વિભાગે નમૂનાની કામગીરી હાથ ધરી હતી અને કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ગાયનું દૂધ (લુઝ) શ્રી ચામુંડા ડેરી ફાર્મ, ભેંસનું દૂધ (લુઝ) ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપ, ગાયનું દૂધ (લુઝ) જી. જી. એમ. સ્વીટ્સ નમકીન, મિક્સ દૂધ (લુઝ) નંદનવન ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) પટેલ ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) જાગનાથ ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) શ્રીરામ ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) રાધેશ્યામ ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) સમૃદ્ધ ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ) ગોકુલ ડેરી ફાર્મને ત્યાં એમ કુલ 10 નમૂના લેવાયા હતા.