નાગરિકોના આરોગ્ય હિત માટે ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે માહિતી આપતી ફૂડ શાખાની ટીમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વૃંદાવન મેઈન રોડ કાલાવડ રોડ પર આવેલા પટેલ ડાઈનિંગ હોલની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલું પ્રિપેર્ડ-ફૂડ તથા મેંદાનો લોટ વાસી અખાદ્ય મળી આવતા કુલ 19 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ ડિસ્પ્લેમાં રાખવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના રામાપીર ચોકડીના રૈયાધાર વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં શ્રીજી વડાપાઉં, લક્ષ્મી નાસ્તા સેન્ટર, ક્રિષ્ના અમૂલ પાર્લર, ક્રિષ્ના જનરલ સ્ટોર, મોહિની ટ્રેડર્સ, સંતોષી બેકરી, અમૃત ડેરી ફાર્મ, ગજાનંદ સેલ્સ એજન્સી, જય જલારામ જનરલ સ્ટોર, આર. કે. પ્રોવિઝન સ્ટોર, નકળંગ ડેરી ફાર્મ, સાગર ડેરી ફાર્મ, શ્રીનાથજી ફાસ્ટફૂડ, શ્રીનાથજી કોલ્ડ્રિંક્સ તથા સાંઈકૃપા માર્ટ લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા રાજુ દાળ પકવાન, દેવજીવન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ, દ્વારકાધીશ હોટલ, ભગવતી ગાંઠીયા, શિવમ માર્ટ, કોઠારી માર્ટ, શ્રી દ્વારકેશ ફરસાણ, આકાશ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન દ્વારા પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી આયોજિત અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે માહિતી આપવામાં આવી હતી તથા રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજોમાં પ્રાથમિક ચકાસણી કરી લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવી જાહેર આરોગ્યના હિતાર્થે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.



