ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
વિદ્યાભારતીગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં કર્મચારી તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. શહેરના મારુતિનગર ખાતે આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા શિશુમંદિરના ત્રણેય સંકુલના સ્ટાફ માટે ત્રણ દિવસીય કર્મચારી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી તાલીમ વર્ગમાં ઘર એ જ વિદ્યાલય પ્રકલ્પ (સોપાન), માતૃ સંમેલન, આચાર્યની ભૂમિકા ઉપરાંત શિક્ષક, શિક્ષણ, શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થી, વાલી અને વર્ગખંડ સહિતની તમામ બાબતોને આવરી લેતી તાલીમ આપવામાં આવી હતી.
- Advertisement -
આ તકે સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ કર્મચારી તાલીમવર્ગની વ્યક્તિગત વિકાસમાં મહત્તા સમજાવી હતી, બંને મહાનુભાવો દ્વારા શૈક્ષણિકજગતમાં સતત કંઈક નવું શીખતા રહેવાનું અને વિદ્યાર્થીજગતને આપતા રહેવાનું પ્રેરણાત્મક ઉદ્દબોધન કાર્યક્રમની અંતે આપવામાં આવ્યું હતું. વેકેશન બાદના નવા સત્રની શરૂઆત અગાઉ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજીત કર્મચારી તાલીમવર્ગમાં 80 જેટલા કર્મચારી-આચાર્યોએ ભાગ લીધો હતો.