200 નવી પ્રિમિયમ બસો થકી ટૂરીઝમ સર્કિટ શરૂ થશે: 2320 – કંડક્ટરોને પંદર દિવસમાં નિમણૂંક અપાશે: મંત્રી હર્ષ સંઘવી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્ય વિર્ધાનસભા ગૃહમાં રજૂ કરાયેલી વાહન વ્યવહાર પ્રભાગની રૂ. 3579 કરોડની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ તબક્કે, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસ.ટી બસોને કોમન મેનની શાહી સવારી સાબિત થઈ રહી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ 200 નવી બસ એટલે કે, દરરોજ 6 નવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવે છે. માત્ર છેલ્લા 14 માસમાં 2987 નવી બસો પ્રજાની સેવામાં મૂકી છે. (અનેક નવા રૂટ પણ શરૂ કરાયા છે. આગામી વર્ષે પ્રજાની સેવામાં નવી 2050 બસો કાર્યરત કરાશે.નવી બસો સંચાલનમાં મૂકવાથી અગાઉ દૈનિક 25 લાખ મુસાફરો ૠજછઝઈની બસોનો લાભ લેતા હતા, તેમાં દૈનિક 2 લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો થતા હવે દૈનિક 27 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં 200 નવી પ્રીમિયમ બસ શરૂ કરવા માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરી છે. આ બસોના માધ્યમથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, ગીર રણોત્સવ જેવા પ્રવાસન સ્થળોને આવરી લેતું ટૂરિઝમ સર્કીટ શરૂ કરાશે. એસ.ટી. નિગમની વિવિધ કક્ષામાં એક જ વર્ષમાં 7326 જગ્યા માટે ભુરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાર્ક કક્ષામાં 264 ઉમેદવારોને નિમણૂંક અપાઈ છે. કંડક્ટર કક્ષામાં 2320 ઉમેદવારોને આગામી 15 દિવસમાં નિમણૂક અપાશે. મિકેનિક કક્ષામાં 1658 પોસ્ટ માટે જાહેરાતની કામગીરી અને 3084 ડ્રાઈવરની પોસ્ટ માટે પરીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે.